ઘાટ કરતા ઘડામણ મોંઘી! અમદાવાદનો બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજ નવો બનાવવાના 42 કરોડ, પણ જૂનો તોડવાના 52 કરોડ
Hatkeshwar Bridge : અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બનાવવા માંડ ટેન્ડર ભરાયું ત્યાં હવે જૂના બ્રિજને તોડવાની ચર્ચા ઉઠી, નવા બ્રિજ માટે અંદાજિત 42 કરોડનો ખર્ચ આંકવામા આવ્યો છે. પરંતું બનેલો આ બ્રિજ તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરાશે
Trending Photos
Ahmedabad News : અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ બ્રિજને વિવાદોનું ગ્રહણ લાગ્યું છે. હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો કે, આગામી 15 દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવવાની વહીવટી પ્રક્રિયા શરૂ થશે. એક કોન્ટ્રાકટરે રસ દાખવતા કામગીરી શરૂ થશે. અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે આ બ્રિજ બનવો રાહતના સમાચાર છે, પરંતું આ બ્રિજના નવીણીકરણમાં ઘાટ કરતા ઘડામણ મોંઘીનો ઘાટ સર્જાયો છે. હાટકેશ્વર બ્રિજ બનાવવા અંદાજિત 42 કરોડનો ખર્ચ થશે, પરંતું જૂનો બ્રિજ તોડવા માટે 52 કરોડનો ખર્ચ લાગશે.
અમદાવાદીઓના 40 કરોડ રૂપિયા સ્વાહા
વિવાદોમાં આવેલો હાટકેશ્વર બ્રિજ 40 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો. હાલ આ બ્રિજ ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. બ્રિજ પર અવરજવર બંધ કરાઈ છે. બ્રિજ માટે વારંવાર ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી કરવા માટે કોઈ કોન્ટ્રાકટર તૈયાર થતા ન હતા ત્યારે કૉર્પોરેશન દ્વારા ચોથી વખત બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભર્યું છે અને આ ટેન્ડર ક્વોલિફાઈ થઈ ગયું છે. રાજસ્થાનની વિષ્ણુ પ્રસાદ આર. તંગાલિયા દ્વારા બીડ કરવામાં આવ્યું છે.
ઘાટ કરતા ઘડામણ મોંઘી
નવીનીકરણના ત્રણ વર્ષમાં જ બ્રિજને તોડી પાડવામા આવશે. પરંતું હાલ ચર્ચા એ છે કે, નવા બ્રિજ માટે અંદાજિત 42 કરોડનો ખર્ચ આંકવામા આવ્યો છે. પરંતું બનેલો આ બ્રિજ તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરાશે.
જોકે, આ મામલે હાટકેશ્વર બ્રિજ પર હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને ખુલાસો કર્યો હતો કે, જુઠ્ઠી ગેંગ સાંભળો!! લાયર ગેંગ કોંગ્રેસે દાવો કર્યો છે કે સરકાર રૂ. અમદાવાદના હાટકેશ્વર પુલના ડિમોલિશન માટે 52 કરોડની રકમ ગેરમાર્ગે દોરનારી છે. હકીકત: રૂ. 52 કરોડ જૂના પુલને તોડીને નવો બનાવવાનો ખર્ચ છે. નવો બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી જૂની બ્રિજ બનાવવાની રકમ વસૂલવામાં આવશે.
રિપોર્ટમાં ફેલ ગયો હાટકેશ્વર બ્રિજ
રિપોર્ટમાં બ્રિજના બાંધકામમાં એક નહીં પણ અડઢક ખામીઓનો ઉલ્લેખ થયો હતો. મુંબઈ બેઝ ઈ ક્યુબ કોન્ક્રીટ કન્સલ્ટીંગ કંપની દ્વારા કરાયેલા NDT એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં બ્રિજના કોર સેમ્પલ લઇ તેનું અલ્ટ્રા પલ્સ વેલોસીટી ટેસ્ટ, કોર ડેન્સિટી, વોટર એબ્સોર્પશન, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, સિમેન્ટ કોન્ટેન્ટ જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. AMC અને સરકાર માન્ય બે લેબોરેટરી પાસેથી ખુદ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ મુજબ 45 મીટર સ્પાનના PSC બોક્સના ઉપરનો સ્લેબ, નીચેનો સ્લેબ, વેબ આમ બધા જ ભાગોમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી છે. રિપોર્ટમાં ખુલાસો થયો હતો છે કે, જેટલી મજબૂતીનો બ્રિજ બનવવાના ખર્ચનું આયોજન હતું. તેના માત્ર ચોથાભાગનો માલ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યો છે.
KCT કન્સલ્ટન્સી સર્વિસિસ દ્વારા કોંક્રિટ કોર સેમ્પલ લઇ તેનો રિપોર્ટ AMC ને સુપરત કરવામાં આવ્યો હતો. જેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા હતા. રિપોર્ટ માટે સંસ્થાએ બ્રિજના જુદા જુદા ભાગોથી 12 સેમ્પલ સીધા હતા. આ સેમ્પલ કેટલા ટન વજન સહન કરી શકે તે માટેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. રિપોર્ટ આવતા જાણવા મળ્યું કે, જે બ્રિજની 33.75 ન્યુટન/સ્ક્વેર મિલીમીટર વજન સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ, તે માત્ર 5 થી 9 ન્યુટન/સ્ક્વેર મિલીમીટર વજન સહન કરતા તૂટી જાય છે. બીજી રીતે સમજીએ તો, જે બ્રિજના 1 મિલીમીટર જગ્યા ઉપર 4.5 કિલો વજન સહન થવું જોઈતું હતું, તે માત્ર 1 કિલો વજન સહન કરતા જ તૂટી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે