ચેતવણી! તમારા પરિવારમાં કોઈને પણ આ સમસ્યા હોય તો આ રાખજો ખાસ સાવચેતી, અડધી રાતે હોસ્પિટલ દોડવું પડશે

Weather Update : કડકડતી ઠંડીમાં તમારું અને તમારા પરિવારજનોના સ્વાસ્થય પર ધ્યાન રાખો, કેટલીક નિષ્કાળજી તમને પણ હાર્ટ એટેકના શિકાર બનાવી શકે છે 
 

ચેતવણી! તમારા પરિવારમાં કોઈને પણ આ સમસ્યા હોય તો આ રાખજો ખાસ સાવચેતી, અડધી રાતે હોસ્પિટલ દોડવું પડશે

Coldwave In Gujarat : ઉત્તરપ્રદેશના કાનપુરમાં હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે. કાનપુરમાં હાર્ડ થીજવતી ઠંડીમાં હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે. જ્યારે 8 દિવસમાં હાર્ટ એેટેકને કારણે 114 લોકોએ ગુમાવ્યો જીવ છે. આ કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ગુજરાતીઓને ભલે કડકડતી ઠંડીથી રાહત મળી છે. પરંતું હાલના દિવસો અઘરા છે. ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી વધારે નોંધાયું હતું. ઠંડીમાં વધારો થવાની સાથે સાથે હ્રદય રોગના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 14 દિવસમાં હૃદય રોગના 2,346 કેસો નોંધયા છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ ૧૨.૫ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં ૧૦ ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં ઈમરજન્સી કેસમાં વધારો 
ગુજરાતમાં શિયાળાની ઠંડીમાં હૃદય રોગને લગતાં ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો છે, છેલ્લા ૧૪ દિવસમાં એટલે કે ગત ૨૪ ડિસેમ્બરથી ૬ઠ્ઠી જાન્યુઆરી સુધીમાં ૧૦૮ એમ્બ્યુલન્સને હૃદય રોગને લગતાં ૨.૩૪૬ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે. આમ ઠંડીની સિઝનમાં રોજના સરેરાશ ૧૬૭થી ૧૬ ૮ કોલ્સ મળ્યા છે. જે ગત વર્ષ ૨૦૨૨ની સરખામણીએ રોજના સરેરાશ ૩૨ જેટલા વધારે કોલ્સ નોંધાયા છે. ગત વર્ષે રોજના સરેરાશ ૧૩૫ જેટલા કોલ્સ નોધાયા હતા. ૨૦૨૦ના કોરોના કાળમાં રોજના ૧૦૧ કેસ હતા.  શિયાળામાં હ્રદય રોગની ઈમરજન્સીના કેસમાં વધારો નોંધાયો છે. તબીબોનું કહેવું છે કે શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જતાં હૃદયના ધબકારા-બ્લડ પ્રેશરમાં વઘઘટ જોવા મળે છે. આમ લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. 

આ પણ વાંચો : 

ખોરાક ખાવામાં સાચવો 
હાલમાં ખોરાક ખાવામાં ખાસ સાવતેચી રાખવી જોઈએ. શિયાળામાં વધુ કેલેરી વાળા ખોરાકને લીધે પણ કાર્ડિયાના કેસ વધતાં હોય છે. આ ઉપરાંત લોહી જામી જવું, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલમાં લોકોનાં મોત થયાં હતા. વધઘટ, શરીરના અંગોમાં લોહીની માગ- પુરવઠાના રેશિયોમાં વધારો જેવા પરિબળ પણ કારણભૂત હોય છે.

કાનપુરમાં મોત વધ્યા 
કાતિલ ઠંડીને પગલે કાનપુરમાં છેલ્લા એક સપ્તાહમાં ૯૮ વ્યક્તિના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં પણ છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઠંડી વધતાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જાન્યુઆરીના ૬ દિવસમાં હૃદયરોગની સમસ્યાના ૧ હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ ઉપરાંત ઠંડીને કારણે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં પણ વધારો થયો છે.

૮ વ્યક્તિ લાવવામાં આવ્યા ત્યારે તેમના હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ચૂક્યા હતા
કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં માત્ર ૭ જાન્યુઆરીના હાર્ટ એટેકથી ૧૪ વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ પૈકી ૬ વ્યક્તિના સારવાર દરમિયાન જ્યારે ૮ વ્યક્તિ લાવવામાં આવ્યા ત્યારે તેમના હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ચૂક્યા હતા. ૧ થી ૭ જાન્યુઆરી દરમિયાન હાર્ટ એટેકથી ૯૮ વ્યક્તિના મૃત્યુ થયા છે અને તેમાંથી ૧૮ની ઉંમર ૪૦થી ઓછી છે. ગુજરાતમાં પણ ૨૯ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી પડી હતી. જેમાં નલિયા ખાતે પારો બે ડિગ્રી થઇ ગયો હતો. ઠંડી વધવાની સાથે જ હૃદયની સમસ્યા ધરાવનારાઓમાં પણ વધારો નોંધાયો હતો. આમ જેમને હ્દયની તકલીફ છે તેઓએ ઠંડીમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ નહીં તો પરિવારને લઈને હોસ્પિટલમાં દોડવાનો વારો આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news