2017 પછી કોંગ્રેસ સાવ સંકોચાયું, એક પછી એક 16 ધારાસભ્યોએ પાર્ટીને અલવિદા કર્યું
ખેડબ્રહ્માના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાતા પહેલા કોટવાલે કોંગ્રેસમાંથી અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું. છે. કમલમ ખાતે વિધિવત રીતે કેસરિયા કરશે. તો કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા પણ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. 2017 ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા ધારાસભ્યોનું લિસ્ટ લાંબુ થઈ રહ્યુ છે. એક પછી કોંગ્રેસીઓ કેસરિયા કરી રહ્યાં છે. કોંગ્રેસને 2022 ની ચૂંટણી પહેલા જ મોટો ફટકો પડી રહ્યો છે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ખેડબ્રહ્માના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાતા પહેલા કોટવાલે કોંગ્રેસમાંથી અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું. છે. કમલમ ખાતે વિધિવત રીતે કેસરિયા કરશે. તો કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા પણ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. 2017 ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા ધારાસભ્યોનું લિસ્ટ લાંબુ થઈ રહ્યુ છે. એક પછી કોંગ્રેસીઓ કેસરિયા કરી રહ્યાં છે. કોંગ્રેસને 2022 ની ચૂંટણી પહેલા જ મોટો ફટકો પડી રહ્યો છે.
વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટ્યું
અશ્વિન કોટવાલના રાજીનામા સાથે વિધાનસભામાં હવે 178 ધારાસભ્યો થયા છે. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 63 પહોંચી ગયુ છે. તો ભાજપનું સંખ્યાબળ 111 થયુ છે. વિધાનસભાના આંકડા પર નજર કરીએ તો, ભાજપના 111, કોંગ્રેસના 63, BTP ના 2 ધારાસભ્યો, અપક્ષ 1 ધારાસભ્ય, એનસીપી 1 ધારાસભ્ય છે. આ ઉપરાંત વિધાનસભાની 4 બેઠકો ખાલી છે. જેમાં ખેડબ્રહ્મા, ભિલોડા, ઊંઝા, દ્વારકાનો સમાવેશ થાય છે.
2017 બાદ કોંગ્રેસ છોડનારા ધારાસભ્યો
- કુંવરજી બાવળીયા - જસદણ
- જવાહર ચાવડા - માણાવદર
- અલ્પેશ ઠાકોર - રાધનપુર
- ધવલસિંહ ઝાલા - બાયડ
- પુરુષોત્તમ સાબરીયા - ધ્રાંગધ્રા
- જે વી કાંકડિયા - ધારી
- સોમાભાઇ ગાંડા - લીંબડી
- પ્રવિણભાઇ મારુ - ગઢડા
- પદ્મનસિંહ જાડેજા - અબડાસા
- મંગળ ગામીત - ડાંગ
- બિજેશ મેરજા - મોરબી
- જીતુ ચૌધરી - કપરાડા
- અક્ષય પટેલ - કરજણ
- આશાબહેન પટેલ - ઊંઝા
- વલ્લભાઇ ધારિયા - જામનગર ગ્રામ્ય
- અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા
આ પણ વાંચો : પીપાવાવમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, અમદાવાદના વેપારીએ મંગાવ્યુ હતું
ગુજરાત કોંગ્રેસને આજે ફરી એકવાર મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે... આજે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.. અશ્વિન કોટવાલ આજે વિધિવત રીતે કમલમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.. અશ્વિન કોટવાલ સાથે વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્માના મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પણ ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના સ્વર્ગસ્ય અનિલ જોષિયારાના પુત્રપ કેવલ જોષિયારા પણ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ છે. ત્યારે આ નારજગી વચ્ચે આજે અશ્વિન કોટવાલ કેસરિયા કરવા જઈ રહ્યા છે. અશ્વિન કોટવાલની રાજકીય સફરની વાત કરવામાં આવે તો, અશ્વિન કોટવાલે 1996માં વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. 2001માં યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2005માં પહેલીવાર સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા અને જિલ્લા પંચાયતમાં વિપક્ષા નેતા પણ બન્યા. 2007માં પહેલીવાર કોંગ્રેસે ટિકિટ આપી અને ધારાસભ્ય બન્યા ત્યારેથી સતત ત્રણ ટર્મ સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય રહ્યા છે. 2015માં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના પ્રભારીની પણ જવાબદારી આપી છે. 2018થી 2022થી સુધી વિધાનસભામાં કોંગ્રેસના દંડક તરીકે જવાબદારી પણ નિભાવી છે. 2019માં છત્તીસગઢ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્ય રહ્યા છે.
હાર્દિક પણ કોંગ્રેસના હોદ્દાથી દૂર થયા
હાર્દિક પટેલ છેલ્લા કેટલાંક સમયથી કોંગ્રેસથી નારાજ છે, તો બીજી બાજુ તેણે ભાજપની પ્રશંસા કરીને ખળભળાટ મચાવ્યો હતો. અગાઉ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે અને કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હાર્દિક પટેલે પોતાનું DP બદલ્યું હતું. વોટ્સએપ DP માં હાર્દિક પટેલે કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો હતો. જે અંગે પણ કાનાફૂસી શરૂ થઈ હતી. હાર્દિકે ટ્વિટર ફાઈલમાંથી કોંગ્રેસના હોદ્દોનું નામ દૂર કરતા રાજકીય ગલિયારોમાં ચર્ચાનું વિષય બન્યો છે. હાર્દિકે કાર્યકારી અધ્યક્ષનો હોદ્દો પણ હટાવી દીધો છે. હાર્દિક પટેલે ટ્વિટર પર સામાજિક- રાજકીય કાર્યકર લખ્યું છે. બીજી બાજુ હાર્દિક પટેલ ખુલ્લેઆમ બળવો કરવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.
પક્ષપલટા અંગે વિધાનસભાના કોંગ્રેસના દંડક સી જે ચાવડાએ જણાવી ચૂક્યા છે કે, અશ્વિન કોટવાલ સત્તા લાલચુ છે. સત્તાની લાલચ આપી ભાજપ પક્ષપલટો કરાવે છે. અશ્વિન કોટવાલને આદિવાસી જનતા ક્યારેય માફ નહીં કરે. વિશ્વાસઘાતનો જવાબ ચૂંટણીના પરિણામોમાં મળી જશે. જોકે, બીજી તરફ એમ પણ કહેવાય છે કે, કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવવામાં નબળુ નિવડ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે