યુવતી સાથે શરીર સુખ માણી વિધર્મી યુવકે પાડી લીધા ન્યૂડ ફોટો, અને પછી જોવા જેવું થયું

ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ ખોલી હિન્દુ યુવાન તરીકે ઓળખાણ આપી વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ યુવતી સાથે સંબંધ કેળવી તેના ન્યૂડ ફોટો મેળવી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા 2 લાખ પડાવી લીધા હતા

યુવતી સાથે શરીર સુખ માણી વિધર્મી યુવકે પાડી લીધા ન્યૂડ ફોટો, અને પછી જોવા જેવું થયું

નવનીત દલવાડી/ ભાવનગર: ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ ખોલી હિન્દુ યુવાન તરીકે ઓળખાણ આપી વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ યુવતી સાથે સંબંધ કેળવી તેના ન્યૂડ ફોટો મેળવી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા 2 લાખ પડાવી લીધા હતા. યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા સલમાન અબ્દુલ શેખ નામના યુવાને ઈન્સ્ટાગ્રામ પર આર્યન શાહ નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જે એકાઉન્ટના માધ્યમથી તેને એક હિંદુ યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. બંને વચ્ચે સંબંધો વધતા વિધર્મી યુવાને યુવતીનો ન્યૂડ ફોટો શૂટ કરી લીધા હતો. બાદમાં આ ફોટાઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતી પાસે રૂપિયા 2 લાખની માંગણી કરી હતી. બદનામ થઈ જવાની બીકે યુવતીએ સલમાન શેખની વાત માની લઈ રૂપિયા 2 લાખ આપી દીધા હતા. પરંતુ રૂપિયા હાથમાં આવતા સલમાન શેખને વધુ રૂપિયા પડાવવાની લાલચ ઊભી થતાં તેણે થોડા સમય બાદ યુવતી પાસે વધુ 30 લાખ રૂપિયાની માંગણી કરી ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરી દેવાની ધમકી આપી હતી.

પરંતુ બીજી વાર રૂપિયાની માંગણી થતાં યુવતી સતર્ક બની ગઈ હતી. તેમજ હિંમત એકઠી કરી પોલીસ સ્ટેશન પહોંચી જઈને પોલીસ અધિકારીને તમામ વિગતથી વાકેફ કરી પોતાનું નામ ગુપ્ત રાખવાની પોલીસ દ્વારા બાહેંધરી મળતા યુવતીએ નવાપરાના સલમાન અબ્દુલ શેખ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરી આર્યન શાહના નામે ફેક એકાઉન્ટ બનાવનાર સલમાન શેખને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 2 લાખ કબજે લીધા હતા. તેમજ તેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાન દ્વારા વધુ 30 લાખ રૂપિયાની માંગ થતાં યુવતી ભાવનગરના એએસપી સફિન હસન પાસે પહોંચી હતી અને પોતાનું નામ ગુપ્ત રાખવાની અધિકારી દ્વારા બાંહેધરી મળતાં યુવતીએ પોતાની આપવીતી જણાવી યુવાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે અધિકારી દ્વારા નિલમબાગ અને એલસીબી પોલીસને કામગીરી સોંપતા ગણતરીના દિવસોમાં પોલીસે ફેક એકાઉન્ટ બનાવનાર સલમાન શેખ ને ઝડપી લઈ લોકઅપ હવાલે કરી દિધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news