નંદાસણ પોલીસ સ્ટાફને નીંદર આવી ગઈ અને પ્રેમિકાએ લોકઅપમાંથી પ્રેમીને છોડાવી લીધો

પ્રેમ માટે લોકો ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે. આવી એક ઘટના મહેસાણા જિલ્લામાં સામે આવી છે. અહીં એક પ્રેમિકાએ જેલમાં બંધ પ્રેમીને મધરાતે છોડાવી લીધો હતો. 
 

નંદાસણ પોલીસ સ્ટાફને નીંદર આવી ગઈ અને પ્રેમિકાએ લોકઅપમાંથી પ્રેમીને છોડાવી લીધો

મહેસાણાઃ મહેસાણાના નંદાસણથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગીય પ્રેમિકાએ પોતાના પ્રેમીને જેલના સળીયા પાછળથી ભગાડી દીધો છે. નંદાસણ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે પ્રેમિકાએ જેલમાં બંધ પ્રેમીને છોડાવી આઝાદ કરી દીધો છે. 

ઘટના એવી છે કે એક સગીરા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વકીલ મારફતે આ પ્રેમી યુગલ પોલીસ સ્ટેશનમાં હાજર થયું હતું. મહેસાણાના કડીમાં રહેતા એક યુવકને પોતાની પાડોશી સગીરા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને ભાગી ગયા હતા. આ મામલે યુવતીના પરિવારજનોએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ફરાર થયેલ પ્રેમી યુગલ નંદાસણ પોલીસ સ્ટેશનમાં હાજર થયું હતું. 

નંદાસણ પોલીસે પ્રેમીની અટકાયત કરી જેલમાં પુરી દીધો હતો. જ્યારે મહિલાને લોકઅપની બહાર રાખવામાં આવી હતી. આ દરમિયાન મધ રાત્રે મહિલા જીઆરડી અને પોલીસના કર્મચારીઓને નીંદર આવી જતા સુઈ ગયા હતા. ત્યારબાદ પ્રેમીના કહેવા પ્રમાણે પ્રેમિકાએ ચાવી કાઢી લોકઅપ ખોલી દાધુ હતું. પ્રેમિકાએ તાળુ ખોલતા પ્રેમી આઝાદ થઈ ગયો હતો. 

લોકભરમાંથી પ્રેમીને બહાર કાઢી બંને ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જાગી જતા પ્રેમી દોડીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે પ્રેમિકાને પોલીસે ઝડપી લીધી હતી. હવે પોલીસ ભાગી ગયેલા પ્રેમીની શોધખોળ કરી રહી છે. તો મહિલા હેડ કોન્સ્ટેબલે પ્રેમી-પ્રેમિકા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news