દગાબાજ પ્રેમી! પોતે તો શરીરસુખ માણ્યું અને બાદમાં મિત્રોના હવાલે કરી પ્રેમિકા, જાણવા જેવો કિસ્સો
અમદાવાદના નારોલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ ત્રણ આરોપીઓના નામ છોટુરામ ઈસરાર શા, મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલ છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નારોલ પોલીસ મથકે અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: યુવતીનું અપહરણ અને બળાત્કાર ગુજારવાના ગુનામાં નારોલ પોલીસે યુવતીના પ્રેમી સહિત ત્રણની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીઓએ યુવતીને અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત યુવતીને હોસ્પિટલ લઈ જવાના બહાને પણ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે ગુનામાં નારોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના નારોલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ ત્રણ આરોપીઓના નામ છોટુરામ ઈસરાર શા, મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલ છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નારોલ પોલીસ મથકે અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ઝડપાયેલા આરોપી છોટુરામ શાએ 20 વર્ષે યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી. યુવતીના જ ઘરમાં ચોરીને અંજામ આપી તેનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ તેના મિત્ર મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલે પણ બળાત્કાર ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
બળાત્કારનો ભોગ બનનાર યુવતીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેને ધાનેરા લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આ વાત કોઈને ન કરવાનું કહેતા ધમકી આપી હતી અને સાથે જ યુવતીને અમદાવાદમાં લાવી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી પ્રેમી છોટુરામ અને તેના બે મિત્રોએ પણ બળાત્કાર ગુજારે હતો.
મહત્વનું છે કે નવ દિવસ સુધી યુવતી સાથે દુષ્કૃત્ય થતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના બહાને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. બળાત્કારના ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓની તો ધરપકડ કરી છે. સાથે જ મુખ્ય આરોપી વિધર્મી હોવાથી આ ગુનામાં અન્ય કોઈ પરિબળ જવાબદાર છે કે કેમ અથવા પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે