લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો; ઈન્સ્ટાગ્રામ પર મુસ્લિમ યુવક બન્યો આર્ય, પછી હિન્દુ યુવતીને એવી ફસાવી કે...

Bharuch Love Jihad Case: ભરૂચમાં બની લવ જેહાદની ઘટના. મુસ્લિમ યુવકે આર્ય નામ રાખી હિન્દુ યુવતીને ફસાવી. સોશિયલ મીડિયામાં આર્ય બનેલો આદીલ પટેલ પરિણીત હોવાની જાણ થતાં હિન્દુ યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ.

લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો; ઈન્સ્ટાગ્રામ પર મુસ્લિમ યુવક બન્યો આર્ય, પછી હિન્દુ યુવતીને એવી ફસાવી કે...

ભરત ચુડાસમા/ભરૂચ: ભરૂચથી લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને હિન્દુ યુવતીઓને છેતરતા મુસ્લિમ યુવકનો ખેલ ખુલ્લો પડ્યો છે. ભરૂચમાં એક મુસ્લિમ યુવકે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું ફેક આઈડી બનાવીને હિન્દુ નામ રાખ્યુ હતું. સાથે જ તેણે પોતે પરણીત હોવાની માહિતી પણ છુપાવી હતી. 

ખરી હકીકત સામે આવતા જ હિન્દુ યુવતીએ યુવકના ઘરે જઈને હોબાળો કર્યો હતો. આ મામલે ભરૂચ પોલીસને જાણ થતા જ લવ જેહાદનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના એક ગામની યુવતી ભરૂચમાં નોકરી અર્થે આવતી હતી. એક દિવસ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર આર્ય પટેલ નામના એક યુવકે તેને મેસેજ મોકલ્યો હતો. જેના બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ વાતચીત મિત્રતા પર પહોંચી હતી, અને યુવતી અને આર્ય પટેલ વચ્ચે પ્રેમ સંબંધો પાંગર્યા હતા. પરંતું થોડા સમય બાદ જ યુવકનો ભાંડો ફૂટ્યો હતો. યુવતીને માલૂમ પડ્યુ કે યુવકનું નામ આર્ય પટેલ નહિ પરંતુ આદિલ પટેલ છે અને તે પરિણીત છે. સાથે જ તે મુસ્લિમ હતો. આ વાત જાણતા જ યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

ખરી હકીકત સામે આવતા જ યુવતીએ યુવકની માહિતી મેળવી હતી અને ચાવજ ગામે રહેતા યુવકના ઘરે પહોંચી હતી. યુવતીએ યુવકના ઘરે જઈને તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર બનાવ બાબતે ભરૂચ એસપીને જાણ કરવામાં આવતા આ સમગ્ર મામલે મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરી આ સમગ્ર મામલે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news