લો બોલો ! 75% પુત્રવધુઓ માને છે કે ઝગડાના કારણે સાસુ પ્રત્યે પ્રેમ વધે છે

આપણે ત્યાં ટીવી સિરીયલ અને ફિલ્મોમાં સાસુ-વહુના ઝઘડા બતાવવામાં આવે છે, મોટાભાગના લોકો માને છે કે સંયુક્ત કુટુંબ ને બદલે અલગ રહેવામાં મજાં આવે છે

લો બોલો ! 75% પુત્રવધુઓ માને છે કે ઝગડાના કારણે સાસુ પ્રત્યે પ્રેમ વધે છે

આશ્કા જાની/ અમદાવાદ : આપણે ત્યાં ટીવી સિરીયલ અને ફિલ્મોમાં સાસુ-વહુના ઝઘડા બતાવવામાં આવે છે, મોટાભાગના લોકો માને છે કે સંયુક્ત કુટુંબ ને બદલે અલગ રહેવામાં મજાં આવે છે અને કુટુબ તૂટવા માટે પુત્રવધૂ જવાબદાર હોય છે. પરતું તે વાત ખોટી છે. જો કે, આ મામલે એક સર્વે થયો છે જેમાં આ માન્યતા  ખોટી પડી છે ગાંધીનગર' આઇઆઇટી તમામ ધર્મના  453 સંયુક્ત પરિવારો પર સર્વે કર્યો અને સાબિત થયું કે 75 ટકા પુત્રવધૂઓ માને છે કે પરિવારમાં ઝઘડા થાય છે પરંતુ ઝઘડાના કારણે પ્રેમ ઘટતો નથી, પરિવાર જોડાયેલો જ રહેશે. તેમજ  સંયુક્ત પરિવાર હોવા જ જોઇએ અને આવા પરિવારના લાભ ઘણા છે. અમદાવાદના ચાંદખેડા માં રહેતા ચૌહાણ પરિવાર સાથે જયારે વાતચીત કરી આ પરિવારમાં 12 સભ્યો છે જે એક છત નીચે રહે છે અને ક્યારેય જુદા રહેવાની વિચાર પણ નથી કરી રહ્યા ઘરના વડીલોનું માનવું છે કે સયુક્ત પરિવાર સુખી પરિવાર હોય છે અને તેમની ત્રણ પુત્રવધુઓ તેમની દીકરી બની તેમની સેવા કરે છે અને જેમ દુધમાં સાકર ભળે તેમ તે તેમના પરિવારમાં ભળી ગઇ છે.

આ સંસ્થા એક એવી સંસ્થા છે જેને પ્રથમ વખત પુત્રવધૂ પર સર્વે કર્યો છે જેમાં જે લોકો મને છે કે  પુત્રવધૂને કારણે પરિવાર તૂટે છે જે માન્યતા  રિસર્ચમાં ખોટી સાબિત થઈ છે. ચૌહાણ પરિવાર ની ત્રણે પુત્રવધુઓ મને છે કે  સયુક્ત પરિવારમાં રહેવાના અનેક ફાયદા છે જેવી કે આર્થિક કટોકટીમાં પરિવારના વડીલો મદદરૂપ થાય અને તકલીફો માં સમગ્ર પરિવાર સાથે હોય છે તેમજ બાળકોની જવાબદારી ની ચિંતા નથી થત અને સપ ત્યાં જય હોય અને આ કયારેક નાની મોટી તકરાર થાય તો પણ અમે તેને ધ્યાન પર નથી લેતે અને અમે દેરાણી જેઠાની છે પણ બહેન અને ભેન્પ્નીની જેમ જ રહીએ છે તેમજ ઘરના વડીલો પણ પુત્રવધુ નહી દીકરીની જેમ રાખે છે અને હા એક પુત્રવધુ ક્યારે ઘર તોડતી નથી ઘરને જોડે પણ છે માટે જ કુટુબ તૂટવા માટે પુત્રવધૂ જવાબદાર હોય છે. તે વાત ખોટી છે

 

ચૌહાણ પરિવાર તો સ્પષ્ટ રીતે માની રહ્યું છે કે સયુક્ત પરિવારમાં રહેવા માં જે મજા આવે છે તેમજ જે રીતે કોઈ પણ દુઃખ સામે લડવાની હિમત પણ મળી  રહે છે અને કોઈ પણ ઘર તૂટવાની કારણ પુત્રવધુ કયારે નથી હોતી અને તે જ વાત સર્વેમાં પણ સાબિત થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news