લૉકડાઉનને કારણે ઢાબા-રેસ્ટોરન્ટને લાખો રૂપિયાનું નુકસાન, સરકાર પાસે કરી રાહતની માગ


કોરાના કારણે દેશમા અને રાજ્યમાં મુકવામાં આવેલા લૉકડાઉનના પગલે  રાજ્યના લગભગ તમામ ઉદ્યોગ ઠપ્પ થયા લોકડાઉનની ઢાબા રેસ્ટોરન્ટ વ્યવસાયને માઠી અસર થઇ છે. 

લૉકડાઉનને કારણે ઢાબા-રેસ્ટોરન્ટને લાખો રૂપિયાનું નુકસાન, સરકાર પાસે કરી રાહતની માગ

ગૌરવ પટેલ/અમદાવાદઃ દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે છેલ્લા 58 દિવસછી લૉકડાઉન ચાલી રહ્યું છે. જેથી તમામ ઉદ્યોગો, રેસ્ટોરન્ટ, ઢાબા સહિત અનેક ધંધા રોજગાર બંધ છે. આ કારણે કરોડો રૂપિયાનું નુકસાન પણ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0માં રેસ્ટોરન્ટ ઢાબાને હોમ ડિલિવરીની તો છૂટછાટ આપી છે. પરંતુ છેલ્લા બે મહિનાથી બંધને કારણે અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ચાલતા ઢાબા-રેસ્ટોરન્ટે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આપ્યો છે. 

રેસ્ટોરન્ટ-ઢાબાના વ્યવસાયને લાખોનું નુકસાન
કોરાના કારણે દેશમા અને રાજ્યમાં મુકવામાં આવેલા લૉકડાઉનના પગલે  રાજ્યના લગભગ તમામ ઉદ્યોગ ઠપ્પ થયા લોકડાઉનની ઢાબા રેસ્ટોરન્ટ વ્યવસાયને માઠી અસર થઇ છે. લૉકડાઉન 4.૦ માં રેસ્ટોરન્ટને હોમ ડિલિવરીની મંજુરી આપી છે. જો કે પુરતા ગ્રાહક ન મળવાથી રેસ્ટોરન્ટને  કોઇ ફાયદો  થયો નથી. અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પરની મોટા ભાગની ઢાબા રેસ્ટોરન્ટ ભાડા પટ્ટે ચાલું  છે. જેમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉનના કારણે તમામ ઢાબા રેસ્ટોરન્ટ બંધ હાલતમાં છે. એક ઢાબાનું સરેરાશ પ્રતિમાસ બે લાખનું ભાડુ ચુકવાઇ રહ્યુ છે. સ્ટાફના પગાર સાથે ઢાબા માલિકને એક મહિનાનો ખર્ચ અંદાજે 10 લાખ થાય છે.

સરકાર પાસે કરી રાહતની માગ
છેલ્લા બે માસથી લોકડાઉનના કારણે ઢાબા માલિકોને લાખોનું નુકસાન થયું છે. જે ને લઇને નેઢાબા રેસ્ટોરન્ટ માલિકોની સરકાર પાસે રાહતની માંગ કરી છે. માલિકો દ્વારા પ્રોપર્ટી ટેક્સ જીએસટી ઇન્કમટૅક્સ રાહતની માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી લોન વહેલી તકે મળે તેવી પણ ઢાબા માલિકોની માંગ છે. અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પર 40થી વધુ ઢાબા રેસ્ટોરન્ટ આવેલા છે. આ દરેક ઢાબા પર અંદાજે  40થી વધારે લોકોનો સ્ટાફ કામ કરે છે. જો યોગ્ય સહાય ન મળી તો ઘણા ઢાબા ફરી શરૂ થશે કે કેમ તે શંકા  છે.

અમદાવાદ સિવિલમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ શરૂ થયો, દર્દીના પરિવારજનોને અપાશે તમામ જાણકારી

1600 લોકોને રોજગારી આપતા અમદાવાદના ઢાબા રેસ્ટોરન્ટના કર્મચારીઓ પર હાલ બેકારીનો ખતરો તોળાઇ રહ્યો છે.  છેલ્લા બે માસથી રેસ્ટોરન્ટમાં પડેલું કરીયાણું ડેરી પ્રોડક્ટ મરી મસાલા બગડવાની અવસ્થામાં છે. જેથી હવે ફરી જ્યારે રેસ્ટોરન્ટ શરુ થશે તો માલિકોને ત્રણથી પાંચ લાખના રીનોવેશન ખર્ચ કરવાની ફરજ પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news