છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ, 30 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 12,539 પર પહોંચી

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 160772 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 12539 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યભરમાં હાલ 46900 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે.

છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ, 30 મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 12,539 પર પહોંચી

ગાંધીનગરઃ રાજ્યમાં ગરમીના પ્રકોપની સાથે કોરોનાનો પ્રકોપ પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 398 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12,539 પર પહોંચી છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન 30 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 749 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ 5219 દર્દીઓ સાજા થયા છે. 

છેલ્લા 24 કલાકમાં 176 લોકો ડિસ્ચાર્જ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 398 નવા કેસ નોંધાવાની સાથે 176 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. જો નવા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 271, સુરતમાં 37, વડોદરામાં 26, મહીસાગરમાં 15, પાટણમાં 15, કચ્છમાં 5, અરવલ્લીમાં 4, ગાંધીનગરમાં 3, સાબરકાંઠા, નવસારી, સુરેન્દ્રનગરમાં ત્રણ-ત્રણ અને બનાસકાંઠા અને આણંદમાં બે-બે કેસ નોંધાયા છે. 

છેલ્લા 24 કલાકમાં 30 મૃત્યુ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 30 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 26 મૃત્યુ નોંધાયા છે. તો સુરત, ગાંધીનગર, પાટણ અને સાબરકાંઠામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 749 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ
રાજ્યભરમાં અત્યાર સુધી 12539 કેસ નોંધાયા છે. તો 5219 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાથી કુલ 749 મૃત્યુ નોંધાયા છે. રાજ્યભરમાં અત્યારે 47 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6571 છે.

રાજ્યમાં અત્યાર સુધી થયેલા ટેસ્ટિંગની વિગત
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 160772 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 12539 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યભરમાં હાલ 46900 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. તો સરકારી ફેસિલીટીમાં 10562 અને ખાનગી ફેસિલીટીમાં 622 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. આમ કુલ 476084 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. 

રાજ્યભરમાં શરૂ થશે હું પણ કોરોના વોરિયર અભિયાન
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ "હું પણ કોરોના વોરિયર" અભિયાનની જાહેરાત કરી છે. લૉકડાઉન હળવું થયું હોવાથી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને કોરોના વધુ ન ફેલાય એ માટે આ અભિયાન દ્વારા લોકજાગૃતિ આણવા પ્રયત્નો થશે. તારીખ 21થી  27 મે સુધી ચાલનારું આ અભિયાન ત્રણ મુદ્દા પર આધારિત હશે. 1) વડીલો અને બાળકોને ઘરમાં જ રાખીએ, 2) માસ્ક વિના અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું 3) બે ગજનું અંતર જાળવવું, એમ ત્રણ મુદ્દાઓ આવરી લેવાયાં છે. આ અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે. અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર-ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news