કાયદો લાગુ થતા જ ઊંઘમાંથી સફાળા જાગ્યા નાગરિકો, PUC સેન્ટર પર લાંબી લાઈન લાગી

આજે જો ઘરની બહાર કોઈ કામે નીકળવાનું થાય તો, ટ્રાફિક નિયમોના નામની ગાંઠ વાળીને નીકળજો. હેલમેટ પહેર્યુ છે કે, નહિ, સીટ બેલ્ટ બાંધ્યો છે કે નહિ, પીયુસી-લાયસન્સ અને આરસી બૂક પર્સમાં છે કે નહિ... આ બધુ જ ચેક કરીને નીકળશો તો તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકશો. કારણ કે, આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. તેથી જ ઊંઘમાંથી સફાળા જાગ્યા હોય તેમ લોકો હવે પીયુસી સેન્ટર પર પહોંચી ગયા છે. નવા નિયમો આજથી લાગુ થવાને પગલે લોકો વહેલી સવારથી જ લાઈન લગાવીને બેસ્યા છે. 

Trending Photos

કાયદો લાગુ થતા જ ઊંઘમાંથી સફાળા જાગ્યા નાગરિકો, PUC સેન્ટર પર લાંબી લાઈન લાગી

અમદાવાદ :આજે જો ઘરની બહાર કોઈ કામે નીકળવાનું થાય તો, ટ્રાફિક નિયમો (Traffic Rules) ના નામની ગાંઠ વાળીને નીકળજો. હેલમેટ પહેર્યુ છે કે, નહિ, સીટ બેલ્ટ બાંધ્યો છે કે નહિ, પીયુસી-લાયસન્સ અને આરસી બૂક (PUC, Licence, RC Book) પર્સમાં છે કે નહિ... આ બધુ જ ચેક કરીને નીકળશો તો તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકશો. કારણ કે, આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. તેથી જ ઊંઘમાંથી સફાળા જાગ્યા હોય તેમ લોકો હવે પીયુસી સેન્ટર પર પહોંચી ગયા છે. નવા નિયમો (Motor Vehicle Act 2019) આજથી લાગુ થવાને પગલે લોકો વહેલી સવારથી જ લાઈન લગાવીને બેસ્યા છે. 

નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થતાં જ રાજ્યભરમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારાઓને મેમો પકડાવવામાં આવી રહ્યાં છે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેરી, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ થઈ છે, ત્યારે ટ્રાફિકના નવા નિયમ આવતા લોકોમાં એકાએક અવેરનેસ આવી છે. પીયૂસી સેન્ટર પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી છે. પીયૂસી સેન્ટર પર વહેલી સવારથી લોકો પીયૂસી કઢાવવા માટે પહોંચ્યા છે. 

રાજ્ય સરકારે HSRP નંબર પ્લેટ લગાડવા માટેની અને PUC માટેની મુદત પણ એક મહિના વધારી દીધી હતી. આ મુદત 16 સપ્ટેમ્બરને બદલે 30 ઓક્ટોબર કરાઈ છે. પરંતુ આ બે સિવાયના કાયદાના તોડનારને આજથી ભારે ભરખમ દંડ ભરવો પડશે. જોકે, સરકાર સમય મર્યાદામાં હજુ વધારો કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

આવતીકાલે અંબાજી મંદિરમાં થશે એક ખાસ પારંપરિક વિધી, બપોર પછી મંદિર રહેશે બંધ

નિયમોને પગલે લોકોમાં અવેરનેસ આવી
આજથી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિકના નવા નિયમની અમલવારી શરૂ થઈ છે. જેને પગલે રાજ્યમાં હેલ્મેટ પહેરનારા વાહનચાલકોની સંખ્યામાં વધારો થયો છે. રસ્તા પર અનેક લોકો આજે ટ્રાફિક નિયમોનું પાલન કરતા જોવા મળ્યાં છે. તો સાથે જ ફોર વ્હીલરના ચાલકો ચાલકોએ પણ સીટ બેલ્ટ પહેરવાનું શરૂ કર્યું છે. જોકે, લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવી છે, પરંતુ હજુ ઘણા લોકો ટ્રાફિકના નવા નિયમનું પાલન નથી કરી રહ્યાં.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news