ચૂંટણીની જાહેરાત ગમે તે પળે થશે, રદ કરાયા પીએમ મોદી, વિજય રૂપાણીના કાર્યક્રમો
Trending Photos
ગાંધીનગર : 6 માર્ચ પછી ગમે ત્યારે લોકસભા ચૂંટણી જાહેર થઈ શકે તેવી શક્યતા હોવાથી વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ સરકારી કાર્યક્રમો કેન્સલ કરાયા છે. સંભાવના એવી છે કે 7 માર્ચે જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના 6 માર્ચ પછીનાં તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત કરાયા છે. જેના પરથી ચર્ચાઈ રહ્યું છે કે, 6 માર્ચ બાદ લોકસભા ચૂંટણી જાહેર થશે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મે મહિનાનાં પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે.
7 કે 8 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી પૂરી શક્યતા છે. વડાપ્રધાન હાલ બે દિવસના ગુજરાતના પ્રવાસ તથા બપોર બાદ ઈન્દોરના પ્રવાસે છે. ત્યારે તેમના પ્રવાસ બાદ આ જાહેરાત થાય તેવી સંભાવાના છે. આ શક્યતાને પગલે 6 માર્ચના રોજ મહાત્મા મંદિરમાં યોજનાર પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓનો સામૂહિક ગૃહ પ્રવેશ તથા અન્ય સરકારી કાર્યક્રમો પણ સ્થગિત કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણની જાહેરાત 5 માર્ચના રોજ થઈ હતી, જેના બાદ 30 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું અને પૂર્ણ બહુમતથી ભાજપની સરકાર બન્યા બાદ 2014માં 26 મેના રોજ શપથ લીધા હતા. ત્યારે હવે એનડીએ સરકારનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે, ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને હાલ ચૂંટણીની જાહેરાત થઈ જવી જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે