સાબરકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ 2019: ઔતિહાસિક બેઠક પર દિપસિંહનો ભવ્ય વિજય

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો પર કમળ ખીલાવ્યું છે. ત્યારે સાબરકાંઠા બેઠક પરથી જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ 701984 મત મેળવીને વિજયી થયા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને 432997 મત મળ્યા છે. જોકે યુવા નેતા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પણ ઠાકોર સેનાના આ જિલ્લામાં કંઇ ખાસ અસર દેખાડી શક્યું નથી. જીત મેળનાર ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે સાબરકાંઠાની જનતાનો આભાર માન્યો હતો.

સાબરકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ 2019: ઔતિહાસિક બેઠક પર દિપસિંહનો ભવ્ય વિજય

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો પર કમળ ખીલાવ્યું છે. ત્યારે સાબરકાંઠા બેઠક પરથી જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ 701984 મત મેળવીને વિજયી થયા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને 432997 મત મળ્યા છે. જોકે યુવા નેતા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પણ ઠાકોર સેનાના આ જિલ્લામાં કંઇ ખાસ અસર દેખાડી શક્યું નથી. જીત મેળનાર ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે સાબરકાંઠાની જનતાનો આભાર માન્યો હતો.

ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાંથી સૌથી ઐતિહાસિક બેઠક ગણવી હોય તો તે સાબરકાંઠા લોકસભાની બેઠક ગણી શકાય. રાજકીય રીતે પણ આ બેઠક ઐતિહાસિક છે. ભારત દેશ આઝાદ થતાં જ 1951માં સૌ પ્રથમ ચૂંટણી આ બેઠક પર યોજવામાં આવી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠકથી ભવ્ય વિજય મળ્યો હતો. 1951થી 1962 એમ ત્રણ લોકસભા ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાએ કોગ્રેસના પ્રતિનિધિ તરીકે આ બેઠક પરથી ચૂંટાયેલા.

બનાસકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ 2019: ભાજપના પરબત પટેલને મળી જંગી બહુમત

Gujarat-Sabarkantha
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 THAKOR RAJENDRASINH SHIVSINH Indian National Congress 428836 4161 432997 35.54
2 RATHOD DIPSINH SHANKARSINH Bharatiya Janata Party 696498 5486 701984 57.62
3 VINODBHAI JETHABHAI MESARIYA Bahujan Samaj Party 7798 114 7912 0.65
4 KHARADI DHARMENDRASINGH SAMSUBHAI Bhartiya Tribal Party 2687 146 2833 0.23
5 JADEJA INDRAVIJAYSINH KALYANSINH Yuva Jan Jagriti Party 1897 23 1920 0.16
6 NARESHKUMAR RAMESHBHAI PATEL Bharatiya National Janta Dal 1437 10 1447 0.12
7 PATEL JAYANTIBHAI SHAMJIBHAI Hindusthan Nirman Dal 2231 16 2247 0.18
8 MAYURSINH VANRAJSINH ZALA Rashtra Vikas Zumbes Party 1268 22 1290 0.11
9 LAXMISHANKAR MADHUSUDAN JOSHI Jan Satya Path Party 1320 15 1335 0.11
10 VIKRAMBHAI BAHECHARBHAI MAKWANA Garvi Gujarat Party 2170 19 2189 0.18
11 KALABHAI BABABHAI PARMAR Independent 1500 10 1510 0.12
12 ZALA DALPATSINH MOTISINH Independent 1877 7 1884 0.15
13 PATEL KIRITKUMAR BABARBHAI Independent 2722 5 2727 0.22
14 PATEL KESHAVLAL GANGARAMBHAI Independent 4924 5 4929 0.4
15 PATHAN AAIYUBKHAN AJABKHAN Independent 9174 3 9177 0.75
16 RAVAL RAJUBHAI PUNJABHAI Independent 17154 21 17175 1.41
17 LATA BABUBHAI NATHAJI Independent 7747 30 7777 0.64
18 LUHAR HAFIJHUSEN HAJINURMAHMAD Independent 5829 6 5835 0.48
19 SANGHANI MUSTAKBHAI JAMALBHAI Independent 2659 2 2661 0.22
20 SOLANKI MAGANBHAI LAKHABHAI Independent 2410 12 2422 0.2
21 NOTA None of the Above 6031 72 6103 0.5
  Total   1208169 10185 1218354  
 

ભાજપ દ્વારા પુનઃઉમેદવાર બનાવવામાં આવેલા દિપીસિંહે પોતાની સાસંદ તરીકેની ગ્રાન્ટનો પુરો ઉપયોગ કર્યો હતો. અને કેન્દ્રની ભાજપ સરકારની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરીના પ્રતાપે પુનઃચૂંટાઇ આવશે તેઓ વિશ્વાસ પણ તેમણે ઇલેક્શન પહેલા જ વ્યક્ત કર્યો હતો.

1996થી અહીં કોગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્નિ નીશા ચૌધરી વિજેતા બન્યા હતા. છેલ્લી બે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ માટે સાબરકાંઠા બેઠક ગઢ સમાન બની ગઇ છે. 2009માં આ બેઠક પર ભાજપના ડો.મહેન્દ્રસિંહ ચૌહાણએ કોગ્રેસના હાલના રાહુલ ગાંધીના નવરત્નમાં ગણતાં મધુસુદન મિસ્ત્રીને કારમી હાર આપી હતી. જયારે 2014ની લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી કોગ્રેસના ચિન્હ પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાધેલા મેદાનમાં ઉતર્યા. પણ તેમને ભાજપના હાલના સાસંદ દિપીસિંહ રાઠોડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. 2014માં સાબરકાંઠા બેઠક પર 67.30 ટકા જેટલુ ઉચ્ચુ મતદાન થયુ હતું. અને ભાજપના દિપીસિંહ રાઠોડને 5,52,205 મતો મળ્યા. જયારે શંકરસિંહ વાઘેલાને 4,67,750 મતો મળ્યા. આ પરિણામમાં સૌથી ધ્યાન ખેચે તેવી બાબત મતદારોનો ટર્નઆઉટ હતો. માત્ર 2.46 ટકા ભાજપને વધુ મળતાં સમગ્ર પરિણામ ભાજપ તરફી આવ્યુ.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news