શક્તિ પ્રદર્શન News

અમિત શાહ પાસે કેટલી મિલકત છે? આ આંકડો રજૂ કર્યો ઉમેદવારી પત્રમાં
હિતલ પારેખ/ગાંધીનગર : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગાંધીનગર બેઠક પર પોતાની દાવેદારી નોંધાઈ. મેગા રોડ શોમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ અમિત શાહે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેથી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભાનો જંગ લડશે. અમિત શાહના આ પ્રસંગે તેમની સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રામવિલાસ પાસવાન, જીતુ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતી વખતે તેમની સાથે રહ્યો. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરથી પાર્ટીના ઉમેદવાર અમિત શાહની એફિડેવિટની કોપી રજૂ કરી હતી. જેમાં તેમની મિલકત 53.90 લાખ હોવાનું તેમણે જણાવ્યું છે.
Mar 30,2019, 17:00 PM IST
અમિત શાહે ભર્યું ઉમેદવારી ફોર્મ, જુઓ Videoમાં આખી પ્રોસેસ
મેગા રોડમાં ભાજપનું શક્તિ પ્રદર્શન કર્યા બાદ અમિત શાહનો કાફલો ગાંધીનગર ઉમેદવારી ભરવા પહોંચ્યો હતો. આ વેળાએ દિગ્ગજ નેતાઓ શિવસેના સુપ્રીમો ઉદ્વવ ઠાકરે, ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરુમ જેટલી, મનસુખ માંડવીયા ઉદ્ધવ ઠાકરે, પરિમલ નથવાણી, ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ તમામ નેતાઓની હાજરીમાં તેમણે ગાંધીનગર કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર સોંપ્યું હતું. અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતા સમયે તેમની સાથે રહ્યો હતો. તેમની પત્નીએ તેમને ઉમેદવારી ભરતા પહેલા હાર પહેરાવ્યો હતો. તો સાથે જે તેમની પુત્રવધૂ પણ નાનકડી દીકરીને લઈને હાજરી રહી હતી.
Mar 30,2019, 14:30 PM IST
જે ‘વડીલ નેતા’ની ટિકીટ છીનવી, તેમના જ નામનો ઉલ્લેખ અમિત શાહે સભામાં કર્યો
આજે અમિત શાહે શક્તિ પ્રદર્શન બતાવીને ગાંધીનગરનું પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. કોંગ્રેસના પેટમાં ફાળ પડે અને 26 સીટ પર જીતનું સપનુ ચકનાચૂર થઈ જાય તેવું શક્તિ પ્રદર્શન આજે ભાજપ દ્વારા કરવામા આવ્યું છે. ત્યારે આ પ્રસંગે કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં આંખે ઉડીને વળગે તેવી હાજરી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની રહી હતી. અમિત શાહે પોતાના સંબોધનમાં લોકોને ભાજપને જંગી જીત અપાવવાની અપીલ કરી હતી. પણ તેમની સ્પીચમાં તેમણે એલ.કે.અડવાણીનો બે વાર ઉલ્લેખ કર્યો હતો. જેનુ પત્તુ કાપીને અમિત શાહ આજે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે, તેમનો જ ઉલ્લેખ સભાને સંબોધન વખતે કર્યો હતો. 
Mar 30,2019, 12:22 PM IST

Trending news