વડોદરામાં ભાજપ કોને આપશે ટિકિટ? આ નામ આવ્યા ચર્ચામાં.... બાકી 11 સીટ પર સરપ્રાઇઝની તૈયારી!

Vadodara Lok Sabha Seat: ગુજરાતની 26 સીટોમાંથી ભાજપે 15 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. રાજ્યની 11 સીટ પર પાર્ટીએ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. પાર્ટીની પ્રથમ યાદીમાં બે મહિલાઓને ટિકિટ મળી છે. તેવામાં ચર્ચા છે કે પાર્ટી આગામી યાદીમાં કેટલાક મોટા સરપ્રાઇઝ આપી શકે છે. 

વડોદરામાં ભાજપ કોને આપશે ટિકિટ? આ નામ આવ્યા ચર્ચામાં.... બાકી 11 સીટ પર સરપ્રાઇઝની તૈયારી!

અમદાવાદઃ 2024 લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતમાં 15 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પાર્ટી તરફથી કિટિક મળ્યા બાદ ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે, પરંતુ રાજ્યમાં સૌથી સુરક્ષિત મનાતી વડોદરાની સીટને લઈને સસ્પેન્સ વધી રહ્યું છે. આ સીટ પર વિદેશ મંત્રી એસ જયશંકરને લડવાની ચર્ચાઓ વચ્ચે જ્યાં રામાયણમાં સીતાનો અભિનય કરનારી દીપિકા ચિખલિયાનું નામ સામે આવ્યું હતું. હવે વડોદરાની સીટ પર ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાનું નામની ચર્ચા ચાલી રહી છે. પૂર્વમાં રાકેશ અસ્થાના વડોદરાના સીપી રહી ચુક્યા છે. તેઓ સીબીઆઈમાં રહ્યા બાદ દિલ્હી પોલીસના સીપીથી સેવાનિવૃત થયા હતા.

ચારા કૌભાંડની કરી હતી તપાસ
વડોદરાથી રંજનબેન ભટ્ટ વર્તમાન સાંસદ છે. 2014માં આ સીટથી મોટી જીત મેળવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદથી રંજનબેન ભટ્ટ સાંસદ છે. તેમને પાર્ટીએ બે વખત તક આવી છે. વડોદરાની સીટ પર નવા ચર્ચાઓમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય નેતાને પાર્ટી અહીં ઉતારી શકે છે. આ વચ્ચે મૂળરૂપથી બિહાર (હવે ઝારખંડ) ના રહેવાસી રાકેશ અસ્થાનાનું નામ ચર્ચામાં આવ્યું છે. તેમનો જન્મ રાંચીમાં થયો હતો. તેમણે શરૂઆતી શિક્ષણ નેતરહાટમાં લીધું અને ત્યારબાદ આગળનો અભ્યાસ આગરામાં પૂરો કર્યો હતો. સૂત્રો પ્રમાણે રાકેશ અસ્થાનાનું નામ વડોદરાની મતદાર યાદીમાં નોંધાઈ ચુક્યું છે. રાકેશ અસ્થાના પ્રથમવાર 1996માં ચારા કૌભાંડની તપાસ બાદ ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ 1997માં લાલૂ યાદવની પ્રથમવાર ધરપકડ કરવામાં આવી હતી. 

આ નામ પણ ચર્ચામાં?
વડોદરાની સીટ પર રંજનબેન ભટ્ટ સાંસદ છે. સ્થાનીક સ્તર પર ગુજરાત વિધાનસભામાં ભાજપના ચીફ વ્હિપ બાલૂભાઈ શુક્લા, પૂર્વ કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર અધ્યક્ષ ડો. વિજય શાહ સિવાય મહિલાઓમાં પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યાનું નામ સામેલ છે. વડોદરાની સીટ પર લાંબા સમયથી ભાજપનો કબજો છે. અહીં પ્રથમવાર દીપિકા ચિખલિયા ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ગઢ પર પ્રથમવાર ભગવો લહેરાવ્યો હતો. વડોદરાથી ટિકિટની રેસમાં મહારાણી રાધિકા રાજેનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. રાધિકા રાજે લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. હવે જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કોને ટિકિટ આપે છે.

બીજી યાદીમાં હશે ચોંકાવનારા નામ
ગુજરાતમાં ભાજપે 11 સીટો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. આ વચ્ચે રાજ્યની ત્રણ વડોદરા, સુરત અને મહેસાણા સીટને લઈને વધુ વ્યાકુળતા જોવા મળી રહી છે. ચર્ચા છે કે પાર્ટી દીપિકા ચિખલિયાને સુરતથી લડાવી શકે છે. મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચ્યા બાદ મામલો રસપ્રદ બની ગયો છે. ચર્ચા છે કે પીએમ મોદીના ગૃહનગરવાળી સીટ પરથી કોણ લડશે? ચર્ચા થઈ રહી છે કે પાર્ટી આગામી યાદીમાં વધુ મહિલાઓને તક આપશે. અત્યાર સુધી ગુજરાતથી છ મહિલા સાંસદો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news