Gold Rate Today: સોનામાં જબરદસ્ત મોટો ઉછાળો, ક્યાંક સપનું ન બની જાય પીળી ધાતુ! જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

Gold-Silver Rate 4 March 2024: સોનામાં રોકાણ કરવા કે દાગીના લેવા માંગતા લોકો માટે આ ઝટકા સમાન છે. શુક્રવારે 1 માર્ચના રોજ જ્યારે શરાફા બજાર બંધ થયું ત્યારે ભાવ પ્રતિ 10 ગ્રામના 62816  રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે આજે 63480 રૂપિયાના સ્તરે સોનું જોવા મળ્યું.  ચાંદી પણ ઉછળીને બંધ થઈ છે. 

Gold Rate Today: સોનામાં જબરદસ્ત મોટો ઉછાળો, ક્યાંક સપનું ન બની જાય પીળી ધાતુ! જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

અઠવાડિયાના પહેલા જ દિવસે આજે સોમવારે સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સોનામાં રોકાણ કરવા કે દાગીના લેવા માંગતા લોકો માટે આ ઝટકા સમાન છે. શુક્રવારે 1 માર્ચના રોજ જ્યારે શરાફા બજાર બંધ થયું ત્યારે ભાવ પ્રતિ 10 ગ્રામના 62816  રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે આજે 63480 રૂપિયાના સ્તરે સોનું જોવા મળ્યું.  ચાંદી પણ ઉછળીને બંધ થઈ છે. 

શરાફા બજારમાં આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 664 રૂપિયા વધારો જોવા મળ્યો અને દિવસના અંતે ભાવ 63480 રૂપિયાના સ્તરે પહોંચ્યો. 916 પ્યોરિટીવાળા ગોલ્ડમાં 608 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ભાવ 58148 રૂપિયા થયો. 

ચાંદીના ભાવ
ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ હાલ ભાવવધારો જોવા મળ્યો છે. ચાંદીમાં પ્રતિ કિલો 879 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ હાલ 70777 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news