અમદાવાદમાં અહીં ઘરે ઘરમાં આવે છે દારૂના નળ, FSL એ તપાસ કરી તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ ગઇ

શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા નવા વણઝાર ગામમાં એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે, ઘરના પાણીની પાઇપ લાઈનમાં નળ શરુ કરીએ તો પાણી નહિ પણ દારૂ આવે છે. આ અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ તંત્ર અને પોલીસ દોડતી થઇ ગઇ હતી. ત્યારે પહેલા તો સરખેજ પોલીસે લોકોને શાંતિથી સાંભળ્યા હતા. 
અમદાવાદમાં અહીં ઘરે ઘરમાં આવે છે દારૂના નળ, FSL એ તપાસ કરી તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ ગઇ

ઉદય રંજન/અમદાવાદ : શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા નવા વણઝાર ગામમાં એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે, ઘરના પાણીની પાઇપ લાઈનમાં નળ શરુ કરીએ તો પાણી નહિ પણ દારૂ આવે છે. આ અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ તંત્ર અને પોલીસ દોડતી થઇ ગઇ હતી. ત્યારે પહેલા તો સરખેજ પોલીસે લોકોને શાંતિથી સાંભળ્યા હતા. 

જો કે લોકોને સંતોષ થાય તે માટે પાણીનું પાણી અને દારૂનું દારૂ કરવા માંટે એફએસએલની મદદ લેવામાં આવી હતી. જેમાં એફએસએલની ટીમે પાણીના સેમ્પલ લઈને સ્થળ પર જ તપાસ કરી હતી. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે, દુષિત પાણી છે નહિ કે દારૂ મિશ્રિત પાણી. જો કે વધારે પુરાવા માટે એફએસએલ દ્વારા વધુ સેમ્પલ લઈને વધુ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. હાલ તો સરખેજ પોલીસે તપાસ કરી તો નવા વણઝાર ગામના એક ઘર પાસે ખોદકામ કરવામાં આવ્યું હતું. 

આ ખોદકામ થયું હતું ત્યાંથી પીવાના પાણીની પાઇપ લાઈન પસાર થઇ રહી હતી. આ સ્થળેથી જ દુષિત પાણી ભળ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ તો amc એ લોકોની સમસ્યાને દૂર કરવા માટે ચોખ્ખા પાણીના ટેન્કર પહોંચાડવા માટેની વૈકલ્પિક સગવડ ઉભી કરી છે. જો કે આંખ ઉઘાડનારી વાત છે કે, આ કામગીરી પૈકી મોટા ભાગનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે પરંતુ પોલીસ દ્વારા લોકોની સમસ્યાને ધ્યાને રાખી આ કામગીરી નિભાવવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર માનવતાવાદી હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news