Liquor Rules: Gujarat સહિતના Dry State માં દારૂ ખરીદવા માટે શું કરવું પડે છે? આ લોકોને છે પરવાનગી

Liquor Buying Rules: ભારતમાં ઘણા એવા પણ રાજ્ય છે જે ડ્રાય સ્ટેટ છે જ્યાં દારૂ પર પ્રતિબંધ છે. જેમ કે બિહાર અને ગુજરાત. પરંતુ કેટલાક લોકોને અહીં પણ દારૂ મળી જાય છે. કોને મળી શકે છે દારૂ ચાલો જાણીએ. 

Liquor Rules: Gujarat સહિતના Dry State માં દારૂ ખરીદવા માટે શું કરવું પડે છે? આ લોકોને છે પરવાનગી

Liquor Buying Rules: લોકોને ખુશી અને ગમ મનાવવા માટે અલગ-અલગ રીત હોય છે. કેટલાક લોકો સારા કામ બાદ પૂજા પાઠ કરાવે છે. તો બીજી તરફ કેટલાક લોકો કંઇક સારું થતાં પાર્ટી કરે છે. જેમાં દારૂનું ખૂબ સેવન કરવામાં આવે છે. ઘણા લોકો એવા પણ હોય છે જે દારૂ પીવાનું બહાનું શોધતા રહે છે. 

આંકડા અનુસાર ભારતમાં 16 કરોડ લોકો દારૂનું સેવન કરે છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ 5.61 લીટર દારૂ વાર્ષિક પીવે છે. પરંતુ ભારતમાં ઘણા એવા પણ રાજ્ય છે જે ડ્રાય સ્ટેટ છે જ્યાં દારૂ બેન છે. જેમ કે બિહાર અને ગુજરાત. પરંતુ કેટલાક લોકોને અહીં પણ દારૂ મળી શકે છે. કોને મળી શકે છે દારૂ અને કેવી રીતે ચાલો જાણીએ. 

ડિફેન્સ પર્સનલ ખરીદી શકે છે દારૂ
ભારતમાં બિહાર, ગુજરાત, મિઝોરમ, નાગાલેંડ, લક્ષદ્રીપ આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂ બેન છે. એટલે કે આ ડ્રાય સ્ટેટ છે. બિહાર રાજ્યની વાત કરવામાં આવે તો વર્ષ 2016 માં બિહારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ બિહારમાં આમ આદમીન જ્યાં દારૂ ખરીદવાની મનાઇ છે. તો બીજી તરફ ડિફેન્સ પર્સનલ બિહારમાં દારૂ ખરીદી શકો છો. જોકે દારૂનું સેવન અને વેચાણને લઇને આ છૂટ ફક્ત કેંટોનમેંટ એરિયા સુધી સીમિત છે.  

ગુજરાતમાં દારૂ ખરીદવા માટે લેવી પડશે પરમિટ
1960 માં જ્યારે મહારાષ્ટ્રથી અલગ થઇને ગુજરાત એક નવું રાજ્ય બન્યું હતું. ત્યારથી જ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગૂ છે. પરંતુ ગુજરાતમાં કોઇપણ વ્યક્તિ પરમિટ લઇને દારૂ ખરીદી શકે છે. 21 વર્ષથી ઉપરનો કોઇપણ વ્યક્તિ ગુજરાતમાં અસ્થાયી રીતે દારૂ માટે પરમિટ લઇ શકે છે. તો બીજી તરફ રિયાયર્ડ ડિફેન્સ પર્સનલ અને 40 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમરવાળા લોકો હેલ્થ પરમિટ લઇને દારૂ ખરીદી શકે છે. જોકે દારૂ ખરીદવાની માત્રા નક્કી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news