હોટલમાં વાસણ ધોતો છોકરો કઈ રીતે બન્યો દુનિયાનો ફેમસ સિંગર? જાણવા જેવી છે કહાની

ઉડાને સિર્ફ પંખો સે નહીં ભરી જાતી, હોંસલો સે ઉડાન હોતી હૈ...વો હી ઉડ પાતે હૈ આસમાનને જિનકે સપનો મેં જાત હોતી હૈ...આ પંક્તિઓને અનુરૂપ જીવનમાં અથાગ સંઘર્ષ કરીને સંગીતની દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનાર સિંગર એક સમયે હોટલમાં વાસણ ઘસવાનું કામ કરતો હતો.

હોટલમાં વાસણ ધોતો છોકરો કઈ રીતે બન્યો દુનિયાનો ફેમસ સિંગર? જાણવા જેવી છે કહાની

Ed Sheeran: એડ શીરાન (Ed Sheeran), એક એવું નામ જે હાલ સંગીતની દુનિયામાં સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે. શું તમે જાણો છોકે, કઈ રીતે આ સિંગર અહીં સુધી પહોંચ્યાં છે. આ સિંગરના સંઘર્ષની કહાની જાણવા જેવી છે. ખુદ તેમણે પોતાની જુબાની કપિલ શર્માના શો માં જણાવી હતી પોતાના સંઘર્ષની કહાની. આજે જાહોજલાલી છે પણ એક સમય હતો ત્યારે આ છોકરો હોટલમાં વાસણ ઘસવાનું કામ કરતો હતો. એટલે એ કહેવામાં માંગે છેકે, તમે નીતિમત્તા રાખીને મહેનત કરવાનું ચાલુ રાખો તમારો સમય જરૂર બદલાશે.

એટલે, જે કોઈકે, કહ્યું છેકે, ઉડાને સિર્ફ પંખો સે નહીં ભરી જાતી, હોંસલો સે ઉડાન હોતી હૈ...વો હી ઉડ પાતે હૈ આસમાનને જિનકે સપનો મેં જાત હોતી હૈ...આ પંક્તિઓને અનુરૂપ એ જ વ્યક્તિ જીવનમાં આગળ વધે છે જે સંઘર્ષ કરે છે. ઉલ્લેખનીય છેકે, હમણાં જ હોલીવુડ સિંગર એડ શીરાન The Great Indian Kapil Show માં પહોંચ્યા હતાં. આ શોમાં તેણે ખૂબ જ મસ્તી કરી હતી. એડ શીરાને પણ તેના કેટલાક અનુભવો દર્શકો સાથે શેર કર્યા હતા.

રેસ્ટોરન્ટમાં વાસણો ધોતો હતો હોલીવુડનો આ ટોચનો સિંગર-
શો દરમિયાન વાત કરતાં શીરાને તેના ભૂતકાળનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. જેમાં તેણે તેની સંગીત કરિયરની શરુઆત કરતાં પહેલા જે 'સૌથી અજીબ' નોકરી કરતાં હતા તેનો ખુલાસો કર્યો હતો. શીરાને ખુલાસો કર્યો કે તેઓ એક ડીશવોશર તરીકે કામ કરતો હતો એટલેકે, તે રેસ્ટોરન્ટમાં વાસણ ધોવાનું કામ કરતો હતો. એડ શીરાને 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં ડીશવોશર તરીકેની તેની અગાઉની નોકરીનો ઉલ્લેખ કર્યો હતો. આ વાત સાંભળીને શો માં હાજર દર્શકો, અને ખુદ કપિલ શર્મા પણ દંગ રહી ગયો હતો.
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tingly Ted's (@tinglyteds)

 

પહેલાં હોટલમાં ધોતો હતો વાસણ-
કપિલ શર્માએ એડ સાથે એક મજેદાર સેગમેન્ટ રમ્યા હતાં, જ્યાં તેણે તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા આવ્યા હતા. સૌથી પહેલા કપિલે એડને સૌથી અજીબ વસ્તુ ખાવા વિશે પૂછયું, જેના જવાબમાં સિંગરે કહ્યું કે, "મેં જાપાનમાં એક વાનગી ખાધી છે, જે માછલીની બનેલી હતી, જે મને બિલકુલ પસંદ નહોતી આવી." એ પછી કપિલે તેમને બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે એવુ કયુ અજીવ કામ કર્યું છે. આ જવાબમાં એડ શીરાને ખુલાસો કર્યો હતો કે, તેનું અગાઉનું કામ રેસ્ટોરન્ટમાં વાસણ ધોવાનું હતું. કપિલ શર્મા અને અર્ચના પુરણ સિંહે આ શો માં એડ ના સંઘર્ષની કહાની સાંભળીને તેની ભરપુર પ્રશંસા કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news