ગુજરાતમાં ચાર દિવસ હીટવેવનું તાંડવ : અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશો

Severe Heatwave Alert : રાજ્યમાં અગન વરસાવતી ગરમી યથાવત્.. ગાંધીનગર, હિંમતનગરમાં 45 ડિગ્રી તાપમાન.. તો અમદાવાદમાં તાપમાનનો પારો પહોંચ્યો 44.5 ડિગ્રીએ... પાંચ દિવસ રેડ એલર્ટ... 

ગુજરાતમાં ચાર દિવસ હીટવેવનું તાંડવ : અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશો

Gujarat Weather Forecast : આકાશમાંથી સૂ્ર્ય આગ ઓકી રહ્યો છે. જોકે, હાલ ગરમીમાંથી કોઈ રાહત મળવાની નથી. હજુ પણ 4 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીની હવામાનની આગાહી છે. આજે અમદાવાદમાં ગરમીનું રેડ અલર્ટ છે. તો ગાંધીનગરમાં 45 અને અમદાવાદમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો શેકાયા છે. હજુ પણ 4 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડમાં હીટવેવની આગાહી છે. આણંદ, સુરત અને સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી પડશે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ અંગ દઝાડતી ગરમી પડશે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં આકાશમાં અગનગોળા વરસશે. 

અમદાવાદમાં પહેલીવાર રેડ એલર્ટ
આજે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી કાળો કેર વર્તાવશે. 21 થી 25 મે સુધી અમદાવાદમાં ગરમી મામલે રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી અને તેથી વધુ પણ જઇ શકે છે. ગરમી મામલે રેડ એલર્ટને લઇને મ્યુનિસિપલ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. હેલ્થ વિભાગ દ્વારા વિશેષ એડવાઇઝરી જાહેર કરાઇ છે. અત્યંત જરૂરના કામ વગર બપોરે બહાર ન નિકળવાની તંત્રની લોકોને તાકીદ કરાઈ છે. પ્રવાહી વસ્તુઓનુ મહત્તમ સેવન અને શરીરના અંગો ઢાંકીને રાખવા સૂચના અપાઈ. તેમજ 12 થી 4 તમામ બાંધકામ સાઇટ બંધ રાખવાના આદેશ અપાયા છે. મ્યુનિ.તંત્ર સંચાલીત uhc અને chc માં તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. એએમસી હસ્તકના તમામ ગાર્ડન રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રખાશે. 

હીટવેવ વચ્ચે હરખના સમાચાર, ચોમાસાનું આગામન
દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે. ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. 

મે મહિનો બરાબરનો તપશે
મે મહિનામાં ગુજરાત અગનભઠ્ઠી બની ગયું છે. રવિવારે ગુજરાતના 10 શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં હિંમતનગરમાં રવિવારે 46.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં રવિવાર 45 ડિગ્રી સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આગામી પાંચ દિવસ મોટ ભાગના શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું. આમ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાકમાં યલો અલર્ટ છે. એટલું જ નહીં, દેશમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે. દિલ્લીના નજફગઢમાં તાપમાનનો પારો 48 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનું અલર્ટ જાહેર કરાયું છે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન માટે રેડ વોર્નિંગ જાહેર કરાઈ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત માટે ઓરેન્જ અલર્ટ છે. આ સીઝનમાં ન માત્ર દિવસે પરંતુ રાત્રે પણ ગરમી પવનો ફુંકાતા વધુ અકળામણનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે પણ 33 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે. 

દેશના 9 રાજ્યોમાં હીટવેવની આગાહી 
દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. જેમાં દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાતમાં લૂની અસર વર્તાઈ રહી છે. પંજાબમાં મે મહિનાની ગરમીનો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં 46.9 ડિગ્રી ગરમીમાં લોકો શેકાયા છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, યુપીમાં ગરમીથી અકળામણ અનુભવાઈ રહી છે. તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી છે. 

અંબાલાલ પટેલની આગાહી શું કહે છે 
આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે, તારીખ 17 મેથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. આ દિવસોમાં અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. 20 થી 22 મે સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે. આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. 

ચોમાસું ક્યારે આવશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, 7 જૂન થી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસુ શરુ થવાની શક્યતા છે. 14-18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી છે. આમ, 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસુ શરુ થશે. 

મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે 
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે. 

ગુજરાતના જાણીતા કથાકારની જીભ લપસી, વિવાદિત બોલથી ઠાકોર અને કોળી સમાજ ભડક્યો
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news