ગીર જંગલમાં પ્રવાસીઓની નજર સામે થઈ બે સિંહોની લડાઈ, Video થયો વાયરલ

ગીર જંગલમાં પ્રવાસીઓની નજર સામે થઈ બે સિંહોની લડાઈ, Video થયો વાયરલ
  • ગીર જંગલની મુલાકાત કરનાર પ્રવાસીઓએ બે સિંહની લડાઈ માણી હતી
  • અંદાજે બે ત્રણ મહિના પહેલાનો આ વીડિયો હોવાનું કહેવાય છે, જે હાલ વાયરલ થયો છે

સાગર ઠાકર/જૂનાગઢ :ગીરનુ જંગલ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મૂકાતા મોટી સંખ્યામા લોકો જંગલની મુલાકાતે આવી રહ્યાં છે. આવામાં પ્રવાસીઓને જંગલનો અનોખો નજારો જોવા મળતો હોય છે. ક્યારેક એવા દ્રશ્યો પણ જોવા મળી જાય છે, જે દુર્ભલ હોય. ત્યારે ગીરના બે સિંહોની લડાઈ પ્રવાસીઓએ પોતાની નજરે જોઈ હતી. અનેક પ્રવાસીઓએ આ તક ઝડપીને તેનો વીડિયો પણ બનાવ્યો છે. 

ગીર જંગલની મુલાકાત કરનાર પ્રવાસીઓએ બે સિંહની લડાઈ માણી હતી. અંદાજે બે ત્રણ મહિના પહેલાનો આ વીડિયો હોવાનું કહેવાય છે, જે હાલ વાયરલ થયો છે. જંગલમાં બે સિંહો વચ્ચે વર્ચસ્વ જમાવવા થતી ઈનફાઈટ જોવાનો લ્હાવો ભાગ્યે જ મળે છે. આશરે ત્રણેક મહિના અગાઉ ગીર જંગલની મુલાકાત કરતાં પ્રવાસીઓને આ લ્હાવો મળ્યો હતો. 

ગીર જંગલની ડેડકડી રેન્જના જંગલ રૂટ 6 અને 2 પર બે સિંહ વચ્ચે ઈનફાઈટ ચાલી રહી હતી, એ સમયે પ્રવાસીઓ જીપ્સીમાં ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વન કર્મચારી સોહિલ મકવાણાએ આ દ્રશ્યો કેમેરામાં કંડારી સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ત્યારે હાલ આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news