ગુજરાતમાં ક્યાંય ના હોય તેવી સ્કૂલ અને કોલેજનું આ શહેરમાં થશે નિર્માણ, કરોડો રૂપિયાનો થશે ખર્ચો
આ સંસ્થા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આપેલ બેટી પઢાઓના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા તત્પર બન્યું છે. હાલમાં 1200 જેટલી દીકરીઓ આસપાસના 200 જેટલા ગામોમાંથી અભ્યાસ માટે આવે છે.
- લેઉવા પટેલ સમાજ દ્વારા એક નહિ પણ ત્રણ-ત્રણ સંસ્થાઓનું ભવ્ય નિર્માણ કરશે.
- ગોંડલ લેઉવા પટેલ કન્યા કેણવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યા શક્તિ ભવનનું નિર્માણ થશે
- ત્રણેય સંસ્થા માટે પોરબંદર સંસદ રમેશભાઈ ધડુક દ્વારા 5,55,55,555 નું અનુદાન
Trending Photos
ઝી બ્યુરો/ગોંડલ: છેલ્લા 25 વર્ષથી ચાલતી શૈક્ષણિક શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર અત્રેની લેઉવા પટેલ કન્યા કેણવણી મંડળ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું કૉલેજ બિલ્ડીંગ નિર્માણ પામશે. આ તકે પોરબંદરના સંસદ રમેશભાઈ ધડુક તેમજ સમાજના શ્રેષ્ઠીઓના અધ્યક્ષતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ -દાતાઓનું સન્માન અને વાલી સંમેલન યોજાયું હતું.
આ સંસ્થા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આપેલ બેટી પઢાઓના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા તત્પર બન્યું છે. હાલમાં 1200 જેટલી દીકરીઓ આસપાસના 200 જેટલા ગામોમાંથી અભ્યાસ માટે આવે છે અને આગામી સમયમાં વધુ સંખ્યામાં થશે. LKGથી લઇ ડબલ ગ્રજ્યુએશન માટે 56 વીઘામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ભવ્ય બિલ્ડીંગ તૈયાર થવા જઈ રહ્યું છે. જેમાં આધુનિક ટેક્નોલોજી -ડિજિટલ માધ્યમ -ઓડિટોરિયમ ક્લાસ રૂમ -વિશાળ લેબો -ભવ્ય લાયબ્રરીનો સમાવેશ કરાશે. લેઉવા પટેલ સમાજની દીકરીઓને વધુ સારું શિક્ષણ અને ઉચ્ચ સંસ્કાર સાથે તેજસ્વીતા કેળવે તે માટે સંસ્થાના વડા વિઠ્ઠલભાઈ ધડુકના વડપણ હેઠળ અને સમાજ શ્રેષ્ઠિઓના માર્ગદર્શન હેઠળ ગોંડલમાં લેઉવા પટેલ કન્યા છાત્રાલય કાર્યરત છે અને આગામી સમયમાં દીકરીઓ કોમ્પિટિશન એકઝામની તૈયારી માટે કોચિંગ પણ અપાશે.
ગુજરાતમાં ક્યાંય ના હોઈ તેવું પટેલ સમાજનું નિર્માણ થશે.
સંસ્થાના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક દ્વારા આજના કાર્યક્રમ માં જાહેરાત કરી હતી કે ગોંડલના જામવાડી ગામ પાસે 14 વીઘામાં વિશાળ પાર્ટી પ્લોટ અને પટેલ સમાજનું ભવ્યાતિ ભવ્ય બનાવામાં આવશે. આ તકે ઉપસ્થિત સંસદ રમેશ ધડુક પરિવાર દ્વારા 2 કરોડ તેમજ ગોંડલના ઉદ્યોગપતિ અને પટેલ સમાજના શ્રેષ્ઠી ધનસુખભાઇ નંદાણીયા તરફથી એક કરોડનું તુરંત અનુદાન મળતા ઉપસ્થિત સૌ કોઈ એ આ સેવા પ્રવૃત્તિને બિરદાવ્યા હતા અને સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ક્યાંયના હોઈ તેવું આધુનિક પટેલ સમાજ બનાવામાં આવશે.
ગોંડલમાં કુમારો માટે પણ સ્કૂલ - કોલેજ અને છાત્રાલય પણ બનાવાશે
લેઉવા પટેલ કન્યા કેણવણી મંડળ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં ગોંડલના ઉમવાડા રોડ પર 11.50 વીઘામાં કુમાર છાત્રાલયનું પણ નિર્માણ કરશે. જેમાં સ્કૂલ તથા કોલેજ ઉપરાંત છાત્રાલય પણ તૈયાર કરશે અને જ્ઞાતિના બાળકો ને સારું ભણતર મળી રહે તે માટે કટિબદ્ધ રહેશે.
ઉચ્ચ અભ્યાસ અર્થે હવે ગોંડલ બહાર જવું નઈ પડે
આ સંસ્થા દ્વારા આગામી સમયમાં ઇન્ફોરમેશન ટેકનોનોલોજી -આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સી - પોલિટિકલ સાયન્સ - જર્નાલિઝમ - લો - બી.એસસી , બી.કોમ, આર્ટસ તેમજ નર્સિંગ જેવા કોર્ષીસ માટે પણ કોલેજ માં વિભાગો શરૂ કરાશે જેથી લેઉવા પટેલ સમાજ ની દીકરીઓને વધુ અભ્યાસ અર્થે ગોંડલ બહાર જવું નહીં પડે અહીં જ માં જ તમામ સવલતો મળશે
સમાજના દરેક સેવાકાર્યમાં મારો પરિવાર આગળ હશે
લેઉવા પટેલ સમાજ દ્વારા એક નહિ પણ ત્રણ-ત્રણ સંસ્થાઓનું ભવ્ય નિર્માણ કરવા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમ ના અધ્યક્ષ રમેશભાઈ ધડુક એ સ્વ. ઉજીબેન લવજીભાઈ ધડુક ના સ્મરણાર્થે હસ્તે. નૈમિષભાઈ - સાવનભાઈ દ્વારા 5 કરોડ થી વધુ રકમનું દાન આપી સમાજ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું અને દીકરા - દીકરીઓ ના સારા અભ્યાસ માટે મારા થી બનતી તમામ પ્રયત્નો કરીશ અને સમાજ માટે વધુ જરૂર પડશે તો પણ હું અને મારો પરિવાર સદેવ સમાજ સાથે છીએ..
લેઉવા પટેલ સમાજના નિર્માણકાર્યમાં દાતાઓ વરસ્યા આજે લેઉવા પટેલ કન્યા કેણવણી મંડળ ટ્રસ્ટ દ્વારા વિદ્યા શક્તિ પીઠના બિલ્ડીંગ નિર્માણ નિમિતે ઉપસ્થિત સંસદ રમેશ ધડુક દ્વારા 5.5 કરોડ, વિઠ્ઠલભાઈ ધડુક દ્વારા 1.1 કરોડ ઉદ્યોગપતિ ધનસુખભાઇ નંદાણીયા પરિવાર તરફથી 1.5 કરોડ -રાવજીભાઈ કાબાભાઈ માંડણકા દ્વારા 35 લાખ -ગિરધરભાઈ રૈયાણી પરિવાર - 35 લાખ - રસિકભાઈ મારકણા - 25 લાખ - લક્ષ્મણભાઇ પટેલ 21 લાખ આ ઉપરાંત અનેક દાતાઓ દ્વારા દાન આપવાની જાહેરાત થઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે