અદાણી શાંતિગ્રામ સહિત અમદાવાદની 123 બિલ્ડીંગોને ફાયર વિભાગનો NOC અંગે પત્ર

શહેરના અનેક બિલ્ડીંગ પાસે ફાયર NOC ન હોવાને કારણે ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું છે. તમામ બિલ્ડિંગોમાં એનઓસી અંગેની તપાસ ચાલુ કરી દીધી છે. જે પણ બિલ્ડિંગો પાસે એનઓસી નથી તેમને ઝડપથી મેળવી લેવા માટેની કામગીરી આરંભી છે. 
અદાણી શાંતિગ્રામ સહિત અમદાવાદની 123 બિલ્ડીંગોને ફાયર વિભાગનો NOC અંગે પત્ર

અમદાવાદ : શહેરના અનેક બિલ્ડીંગ પાસે ફાયર NOC ન હોવાને કારણે ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું છે. તમામ બિલ્ડિંગોમાં એનઓસી અંગેની તપાસ ચાલુ કરી દીધી છે. જે પણ બિલ્ડિંગો પાસે એનઓસી નથી તેમને ઝડપથી મેળવી લેવા માટેની કામગીરી આરંભી છે. 

અમદાવાદ ફાયર વિભાગ દ્વારા અપનાવાયેલી નવી કોમ્પ્યુટરાઇઝ ડેટાબેઝ મેનેજમેન્ટ પદ્ધતિ દ્વારા પ્રતિ માસ જે બિલ્ડિંગની ફાયર એનઓસી રિન્યુ કરવાની તારીખ આવતી હશે તેના બિલ્ડિંગ મેનેજરને આગોતરી જાણ આપોઆપ મેસેજ દ્વારા થઇ જશે. આ ઉપરાંત પત્ર મોકલવા માટેનું રિમાન્ડર પર ફાયર વિભાગને મળતું રહેશે. જેથી એનઓસીની પ્રક્રિયા શરૂ કરી શકાય. 

જે બિલ્ડિંગો દ્વારા જુલાઇ 2020 દરમિયાન એનઓસી લેવાયું હતું તે જુલાઇ 2021 માં રિન્યૂ કરાવવાની થાય છે તેની જાણ કરવા માટેના 123થી વધારે પત્રો શહેરના બિલ્ડિંગના જવાબદાર વ્યક્તિઓને મોકલી દેવાયા છે. ઝડપથી એનઓસી રિન્યુ કરાવવા જણાવાયું છે. જો નિયત સમય સુધીમાં એનઓસી નહી મેળવે તો ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી માટે તૈયાર રહેવા માટેની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news