સોશિયલ મીડિયામાં રમૂજી મેસેજ વાયરલ, ‘નજર ઉતારવાની ચીજોને નજર લાગી; લીલા મરચાં દોઢસોના કિલો, લીંબું 15નું એક’
Lemon message goes viral on social media: ગુજરાતમાં એક બાજુ 42 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે તેવામાં ઉનાળામાં લીંબુની માંગ વધતા બજારમાં રૂ.320 કિલોએ પણ લીંબુ મળી રહ્યા નથી. ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગમાં એકાએક વધારો નોંધાય છે જેની સીધી અસર લીંબુના ભાવમાં જોવા મળે છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: સામાન્ય રીતે ઉનાળામાં બેહાલ કરનારી ગરમીથી બચવા લોકો લીંબુનો ભરપૂર ઉપયોગ કરે છે. લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે, પણ હાલમાં લીંબુના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગી પરિવારોનું બજેટ ગરમાઈ રહ્યું છે. હાલ લીંબુનો હોલસેલ બજારનો ભાવ 220 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. જ્યારે રિટેઈલમાં 320 કિલો થઈ ગયા છે. આમ ગરમીથી રાહત આપવાવાળા લીંબુ લોકોના બજેટ ગરમ કરી રહ્યા છે.
ગુજરાતમાં એક બાજુ 42 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે તેવામાં ઉનાળામાં લીંબુની માંગ વધતા બજારમાં રૂ.320 કિલોએ પણ લીંબુ મળી રહ્યા નથી. ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગમાં એકાએક વધારો નોંધાય છે જેની સીધી અસર લીંબુના ભાવમાં જોવા મળે છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો હોય કે પછી પડોશી દેશોમાં લીંબુના સપ્લાયમાં મહત્વનું માર્કેટમાં મહેસાણા મોટું નામ ધરાવે છે. હાલમાં મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં લીંબુનું ઉત્પાદન હજુ શરૂ થયું નથી. તેથી માલની અછત વચ્ચે ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે.
વેપારીઓના જણાવ્યા મુજબ દરરોજ હોલસેલ માર્કેટમાં એક હજાર બોરી આવતી હતી તેની જગ્યા છેલ્લા બે દિવસથી માત્ર 100 જેટલી બોરી આવી રહી છે. જેના લીધે બજારમાં લીંબુની અછત ઉભી થઈ ગઈ છે.
ખાણીપીણીના વેપારીઓ જણાવી રહ્યા છે કે, લીંબુના આટલા બધા ભાવ થઈ ગયા હોવાથી તે વાપરવાનું બંધ કરી દીધુ છે. જ્યારે પંજાબી હોટલોમાં લીંબુ લોકરમાં મુકવાની ફરજ પડી રહી છે! એક લીંબુ રૂ.15 થી 17 પડી રહ્યુ છે.
બિન સીઝનમાં લીંબુના હોલસેલ ભાવ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો હતા, જે હાલ એકાએક હોલસેલ 220 રૂપિયા પ્રતિકિલો પહોંચ્યા છે. જેથી રિટેલ બજારમાં 320 રૂ પ્રતિકિલો પહોંચી ગયો છે. વેપારીઓ નું માનવું છે કે હાલમાં માંગ વધુ છે જ્યારે આવક ઓછી છે ત્યારે ભાવ વધ્યા છે, જેમ-જેમ મહેસાણા જિલ્લાના ઉત્પાદનની આવક વધશે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાશે.
અત્રે નોંધનીય છે કે, મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતા લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે. દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં પાંચ થી દસ રૂપિયાનો વધારો થયો છે. તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુ 320 રૂપિયા પ્રતિકિલોના ભાવે મળી રહ્યા છે. શાકભાજીનું ઉત્પાદન ઘટવાથી ભાવમાં વધારો થયો છે. સાથે જ ઈંધણના ભાવમાં વધારો થતા શાકભાજી બહારથી લાવવા મોંઘા પડી રહ્યા છે. જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીના ભાવ હજુ પણ વધશે.
સોશિયલ મીડિયામાં લીંબુંના વાયરલ મેસેજ
- હે દોસ્ત, ન કર દાવો ગરીબ હોવાનો, મેં તને જોયો છે, લીંબુવાળી સોડા પીતા..
- ‘નજર ઉતારવાની ચીજોને નજર લાગી; લીલા મરચાં દોઢસોના કિલો, લીંબું 15નું એક’
- સાલું, સમજાતું નથી કે લીંબુ સરબત પીવાનું કે સફરજનનું મિલ્કશેક..
- ભાઇ, એ વિચારું છુ કે, આઇપીઓ ભર્યા, એના કરતાં લીંબુ ભરી દીધા હોય તો સારું હતું..
- મેરે પાસ ગાડી હૈં, બંગલા હૈં, બેંક બેલેન્સ હૈં. તેરે પાસ ક્યા હૈં..: મેરે પાસ લીંબુ હૈં…
- ભાઇ, એક લીંબુ કેટલાનું?? બકાલી : એક લીંબુંના 15 રૂપિયા.
- બેન: ઊભા રહ્યો, હું અંદરથી દાળનું કૂકર લઇને આવું છું. એમાં 3 રૂપિયાનું નિચોવી દયો ને..
- બજારમાં લીંબુ કરતાં સફરજન સસ્તા થઇ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે