બજેટસત્ર 26મી તારીખે યોજાશે, કોઇને અન્યાય નહી થાય તેવી રીતે પરિપત્રમાં સુધારો કરાશે

રાજ્યમાં LRD ભરતીમાં અનામત વર્ગની મહિલાઓને 1-8-18નાં પરિપત્રના કારણે અન્યાય થવા મુદ્દે 64 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન મુદ્દે સરકારે નમતુ ઝોખ્યું છે. પરિપત્રમાં સુધારો કરવા માટેની હૈયાધારણા આંદોલનકર્તાઓને આપી છે. જો કે આ મુદ્દે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, એલઆરડી સંદર્ભે 1-8-18નો પરિપત્ર છે તેમાં કોઇ પણ વિસંગતતાઓ હશે તો તેને સરકાર દ્વારા દુર કરવામાં આવશે. તેમણે દેશનાં જુદા જુદા રાજ્યોમાં તેનો કઇ રીતે અમલ થાય છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
બજેટસત્ર 26મી તારીખે યોજાશે, કોઇને અન્યાય નહી થાય તેવી રીતે પરિપત્રમાં સુધારો કરાશે

ગાંધીનગર : રાજ્યમાં LRD ભરતીમાં અનામત વર્ગની મહિલાઓને 1-8-18નાં પરિપત્રના કારણે અન્યાય થવા મુદ્દે 64 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન મુદ્દે સરકારે નમતુ ઝોખ્યું છે. પરિપત્રમાં સુધારો કરવા માટેની હૈયાધારણા આંદોલનકર્તાઓને આપી છે. જો કે આ મુદ્દે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, એલઆરડી સંદર્ભે 1-8-18નો પરિપત્ર છે તેમાં કોઇ પણ વિસંગતતાઓ હશે તો તેને સરકાર દ્વારા દુર કરવામાં આવશે. તેમણે દેશનાં જુદા જુદા રાજ્યોમાં તેનો કઇ રીતે અમલ થાય છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

સવર્ણ આગેવાનોએ સરકાર સામે બાંયો ચડાવી,સમાજને અન્યાય નહી થવા દઇએ
1-8-18ના પરિપત્રનાં કારણે પેદા થયેલી વિસંગતતાઓને દુર કરવા માટેનો નિર્ણય લેવાયો છે. અમે આ પરિપત્રમાં સુધારો કરીશું. સરકાર અનામતની નીતિને વરેલી સરકાર છે. જેને અનામત મળવાપાત્ર છે તેનાં હક્કોનું રક્ષણ કરવું અમારી પ્રતિપદ્ધતા છે. બંધારણની જોગવાઇ અનુસાર ક્યાંય પણ કોઇ કચાશ હશે તો અમે ચલાવી લેવા માંગતા નથી. બીજી તરફ રાઠવા મુદ્દે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, રાઠવા સમુદાય હંમેશાથી આદિવાસી છે અને રહેશે. તેમની સાથે કોઇ અન્યાય થવા દેવામાં નહી આવે. રાઠવા આદિવાસી છે અને રહેશે પરંતુ જેઓ ઘાલમેલ કરીને ખોટા સર્ટિફિકેટ મેળવીને અનામત મેળવી રહ્યા છે, તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મુદ્દે સરકાર અગાઉ પણ કાર્યવાહી કરી ચુકી છે અને કેટલાક ધારાસભ્યોએ પણ પોતાનું પદ ગુમાવ્યું છે અને અનેક સરકારી નોકરીયાત પણ આ મુદ્દે નોકરી ગુમાવી ચુક્યા છે. માટે આ મુદ્દે કોઇનો હક ખોટો થશે નહી અને જેઓ ખોટા હક ભોગવી રહ્યા છે તેમને છોડવામાં નહી આવે.

અનામત મુદ્દે સરકારનો વિવાદિત પરિપત્ર રદ્દ, જો કે આંદોલનકારીઓ પારણા કરવાની મનાઇ
આ ઉપરાંત બજેટ સત્ર અંગે તેમણે જણાવ્યું કે, અગાઉ 24મી તારીખે બજેટ સત્રનું આયોજન થવાનું હતું. પરંતુ કેટલાક સંજોગોને ધ્યાનમાં રાખીને 26મી તારીખે બજેટ સત્રનં આયોજન થશે. આ ઉપરાંત તેમણે જે રબારી સમાજ અને અન્ય જંગલમાં વસતા સમાજ દ્વારા એસટી મુદ્દે આંદોલન થઇ રહ્યું છે. તે અંગે ગોળ ગોળ જવાબ પ્રદિપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news