કચ્છના સૌથી સુંદર બીચ પર આવી ચઢ્યું એવુ જીવ કે જોઈને ચીતરી ચઢી જાય

ગુજરાતનો દરિયો કિનારો જેટલો લાંબો છે તેટલો જ વિવિધતાથી ભરેલો છે. દરિયાઈ સૃષ્ટિનો ખજાનો અહીં જોવા મળે છે. આવામાં અનેક એવા દરિયાઈ જીવ જોવા મળતા હોય છે, જેને જોઈને ચોંકી જવાય. ત્યારે માંડવીના સુપ્રસિદ્ધ વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાકાંઠે પ્રથમ વખત ખૂબ જ દુર્લભ અને અતિસુંદર દરિયાઈ ગોકળગાય મળી આવી હતી. માત્ર 2 સેન્ટીમીટરની સી સ્લગ નામની ગોકળગાય સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. 
કચ્છના સૌથી સુંદર બીચ પર આવી ચઢ્યું એવુ જીવ કે જોઈને ચીતરી ચઢી જાય

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતનો દરિયો કિનારો જેટલો લાંબો છે તેટલો જ વિવિધતાથી ભરેલો છે. દરિયાઈ સૃષ્ટિનો ખજાનો અહીં જોવા મળે છે. આવામાં અનેક એવા દરિયાઈ જીવ જોવા મળતા હોય છે, જેને જોઈને ચોંકી જવાય. ત્યારે માંડવીના સુપ્રસિદ્ધ વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાકાંઠે પ્રથમ વખત ખૂબ જ દુર્લભ અને અતિસુંદર દરિયાઈ ગોકળગાય મળી આવી હતી. માત્ર 2 સેન્ટીમીટરની સી સ્લગ નામની ગોકળગાય સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. 

ગુજરાતનો દરિયા કિનારો વિશાળ છે. જામનગરનું મરીન નેશનલ પાર્ક દરિયાઈ સૃષ્ટિથી ભરપૂર છે. પરંતુ કચ્છના અખાતમાં પહેલીવાર આ પ્રકારનું દરિયાઈ જીવ જોવા મળ્યું છે. ઓપસ ઓશિએનિક રીસર્ચ લેબોરેટરી નામક મરીન રીસર્ચ લેબોરેટરીના યશેશ શાહ અને નિકી રામી શાહ માંડવી બીચ પર રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે તેઓને આ દરિયાઈ જીવ મળી આવ્યું હતું. કચ્છમાં ક્યારેય આ પ્રકારનું દરિયાઈ જીવ જોવા મળ્યુ નથી. પહેલીવાર દરિયાઈ પાણીના ખાબોચિયામાં જોવા મળેલ આ જીવથી તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સી સ્લગની ખાસિયત

  • આ પ્રજાતિને એક સામાન્ય ગોકળ ગાય જેમ શરીર પર શેલ નથી હોતું 
  • તેને સુંદર રંગબેરંગી દોરા જેવા રૂંછા હોય છે
  • દરિયાઈ જીવો શિયાળામાં બ્રીડીંગ કરતા હોય છે જે કારણે તેમની વસતી વધી હોય શકે 

આ જીવ મળવા વિશે યશેશ શાહ જણાવે છે કે, હાલ લાગે છે કે આ જીવને પોતાનો ખોરાક અહીં મળી રહેતું હશે જેથી તે અહીં ટકી શક્યું છે. હવે ભવિષ્યમાં એ જોવું રહેશે કે શું આ પ્રજાતિ વધુ સંખ્યામાં કચ્છના દરિયાકિનારે જોવા મળે છે કે નહિ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news