KUTCH: કચ્છ પોલીસ વાડીમાં પહોંચી અને જોયું તો 25 લાખનો દારૂ વહેંચાઇ રહ્યો હતો

રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતો કિસ્સો કચ્છમાંથી સામે આવ્યો છે. જિલ્લાની પૂર્વ પોલીસના તાબા હેઠલ વિસ્તારમાંથી પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે એક દરોડો પાડ્યો હતો. જો કે દરોડામાંથી મળી આવેલા દારૂના જથ્થાને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે દરોડા પાડતા 25 લાખનો માતબાર જથ્થો ઝડપાયો છે. 

KUTCH: કચ્છ પોલીસ વાડીમાં પહોંચી અને જોયું તો 25 લાખનો દારૂ વહેંચાઇ રહ્યો હતો

કચ્છ : રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતો કિસ્સો કચ્છમાંથી સામે આવ્યો છે. જિલ્લાની પૂર્વ પોલીસના તાબા હેઠલ વિસ્તારમાંથી પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે એક દરોડો પાડ્યો હતો. જો કે દરોડામાંથી મળી આવેલા દારૂના જથ્થાને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે દરોડા પાડતા 25 લાખનો માતબાર જથ્થો ઝડપાયો છે. 

અંજાર પોલીસ દ્વારા ખાનગી બાતમી બાદ અંજારથી સાંપેડા જતા રોડ પર એચપીના પેટ્રોલ પમ્પ નજીકનાં રસ્તે અંજા સીમમાં આવેલા ભોગવટાથી વાડીમાં પણ માલ ઉતર્યો હોવાની માહિતી મળી હતી. આ બાતમી મળતા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યો. જ્યાંથી શાંતિલાલ ડાંગર નામનો વ્યક્તિ અને 7200 બોટલ કુલ 600 પેટી સંતાડેલી હતી. આ જોઇને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ગણતરી કરતા કુલ 25 લાખ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. 

પોલીસને આ સ્થળેથી મનુભા વિઠ્ઠલભા વાઘેલા અને મુકેશ ડાંગર ફરાર થઇ ગયા હતા. જેની શોધખોળ ચાલી રહી છે. સ્થળ પરથી અલટો કાર, સુઝુકી એક્સેસ, હિરો ડીલક્ષ, સ્પલેન્ડર સહિતનો મુદ્દમાલ મળીને કુલ 27,80,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ દારૂ ક્યાંથી આવ્યો અને કોની મદદગારી હતી વગેરે જેવી તપાસ પોલીસ ચલાવી રહી છે. જો કે આટલો મોટો જથ્થો પોલીસને જાણ બહાર પહોંચી જતા અનેક સવાલો સર્જાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news