કોંગ્રેસના નેતાની શરમજનક હરકત! મહિલા કર્મચારીને ખુરશી ખેંચીને નીચે પાડી, CCTV માં જુઓ

Kutch News : કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટિવિસ્ટ એચ.એસ.આહીર ફરી વિવાદમાં, કાર્યક્રમ દરમિયાન મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો

કોંગ્રેસના નેતાની શરમજનક હરકત! મહિલા કર્મચારીને ખુરશી ખેંચીને નીચે પાડી, CCTV માં જુઓ

Kutch News કચ્છ : કોંગ્રેસના નેતાની શરમજનક હરકત સામે આવી છે. કંગના પર અભદ્ર ટિપ્પણી કરીને ચર્ચામાં આવનાર કચ્છના કોંગ્રેસી નેતાએ એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચીને તેમને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરની મહિલા કર્મચારીનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને વખોડી કાઢી છે. 
 
કચ્છમાં IBના મહિલા કર્મચારીના અપમાનનો આક્ષેપની ઘટના સામે આવી છે. કોંગ્રેસના અનેક નેતાની હાજરીમાં IB ના મહિલા કર્મચારીનું અપમાન કરાયું હતું. કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરે એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો હતો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 3, 2024

 

શું બન્યું હતું 
કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટીવીસ્ટ એચ.એસ.આહીર ફરી વિવાદમાં આવ્યા છે. કોગ્રેસના નેતા એચ.એસ.આહીરે ભુજ ઉમેદભવનમાં ધારાસભ્યના કાર્યક્રમ દરમિયાન સ્ટેટ આઇબીની મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે હતી. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરની ધરપકડ કરાઈ છે. 

 

आज गुजरात कोंग्रेस के विधायक जिग्नेश मेवानी की प्रेस कॉन्फ्रेंस के दौरान उनके अजीज मित्र कच्छ कोंग्रेस के नेता H.S.Aahir के द्वारा देखे किस प्रकार से जानबूझ के कुर्शी खींचकर एक दलित महिला ऑफिसर को घायल किया गया।

— Harsh Sanghavi (@sanghaviharsh) August 3, 2024

 

ગૃહરાજ્ય મંત્રીએ ઘટનાને વખોડી 
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા કર્મચારીના અપમાનની ઘટનાને વખોડી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દલિત વિરોધી છે. હર્ષ સંઘવીએ સમગ્ર ઘટનાનો વીડિયો એક્સ પર શેર કરીને લખ્યું કે, કોંગ્રેસની માનસિકતા હંમેશાથી મહિલા તેમજ દલિત વિરોધી રહી છે. આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના ખાસ મિત્ર કચ્છ કોંગ્રેસના નેતા H.S.Aahir દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને દલિત મહિલા ઓફિસરે ઘાયલ કરવામાં આવ્યા. આ અતિ નિંદનીય બાબત છે. હર્ષ સંઘવીએ X પર વીડિયો પોસ્ટ કર્યો. 

કંગના રનૌત પર કરી હતી ટિપ્પણી
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી ભાજપે અભિનેત્રી કંગના રણૌતને ટિકિટ આપી હતી. કંગનાને ટિકિટ મળતાં જ વિવાદ થયો હતો. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ કંગના વિરુદ્ધ આપત્તિજનક શબ્દોમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાંથી એક કચ્છના એચ.એસ.આહીર હતા. ભાજપે મંડીથી કંગના રણૌતને ટિકિટ આપી એટલે એચ.એસ.આહીરે અત્યંત અસભ્ય ભાષામાં સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news