આજના દિવસનો અંત 20 હજાર લોકોની લાશો પાડીને થયો હતો પૂરો, તમને યાદ છે આ કાળમુખો દિવસ!

Kutch Earthquake : કચ્છ ભૂકંપની હૃદયદ્રાવક ઘટના આજે પણ ગુજરાતીઓ ભૂલ્યા નથી, 23 વર્ષે પણ કચ્છના લોકો એ દર્દનાક મંજર યાદ કરીને ગભરાઈ જાય છે 

આજના દિવસનો અંત 20 હજાર લોકોની લાશો પાડીને થયો હતો પૂરો, તમને યાદ છે આ કાળમુખો દિવસ!

Earthquake 2001 : તમને આ કાળમુખો દિવસ ક્યારેય નહીં ભૂલાય...વર્ષ 2001માં 26 જાન્યુઆરીનો દિવસ કોઈ પણ ગુજરાતી માટે ભૂલવો આસાન નથી. આ દિવસે ગુજરાતમાં અનેકો જગ્યાઓ પર ધરા ધ્રુજી ઉઠી હતી અને પછી મચ્યો હતો મોતનો તાંડવ. પરંતુ કચ્છમાં ભૂકંપના કારણે ચારેકોર બસ જોવા મળ્યા હતા તબાહીના દ્રશ્યો. કચ્છના ભયાનક ભૂકંપના 23 વર્ષ વીતી ગયા છે. પરંતુ એ ભૂંકપની હોનારતને આજે પણ કચ્છવાસીઓ ભૂલી નથી શક્યા.આજે પણ એ ભૂકંપના દ્રશ્યો યાદ કરતાની સાથે લોકોની આંખમાથી આંસુ વહેવા લાગે છે.

કચ્છ એક ઐતિહાસીક શહેર છે જ્યાં પરંપરા તેની હવામાં છે. કચ્છ પોતાની સંસ્કૃતિ અને ધાર્મિકતા માટે ઓળખાય છે. ત્યારે, રોજ સવારે અહીં મંદિરોમાં થતા ઘંટનાદથી લોકો જાગે છે. 26 જાન્યુઆરી 2001 ભારતનો 52મો ગળતંત્ર દિવસ હતો. કચ્છમાં એ દિવસની શરૂઆત પણ કઈ આવી જ હતી. મંદિરોમાં ઘંટનાદ અને શાળાઓમાં ધ્વજવંદનથી લોકો ખુશ હતા. પરંતુ કોઈએ સ્વપ્નમાં પણ એ નહોંતું વિચાર્યં કે આ દિવસનો અંત 1 લાખ 2 હજાર 37 લોકોના આંસુઓ સાથે થશે. સવારે 8.45 વાગ્યે જ્યારે લોકો ઘરમાં ચા નાસ્તો કરતા હતા. બાળકો શાળાઓમાં ધ્વજવંદન કરતા હતા. ત્યારે, અચાનક 22 સેકન્ડ માટે 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને પુરા કચ્છને રોવડાવી ગયો હતો. ભચાઉ તાલુકાથી 12 કિલો મીટર દુર ચોબારી ગામ પાસેથી ઉદભવેલા ભૂકંપે 700 કિમી સુધીના વિસ્તારને અસર કરી હતી. જેમાં 20 હજાર લોકો મોતને ભેંટ્યા હતા. જ્યારે અંદાજે 1.50 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.અને આ કાળમુખા ભૂકંપમાં 4 લાખ જેટલા મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા.

ગુજરાતના 18 શહેરો 182 તાલુકા 7904 ગામો ભૂકંપની ઝપેટમાં આવી ગયા હતા. સૌથી વધુ ખુવારી કચ્છમાં નોંધાઈ હતી. જેમાં, ભુજ, ભચાઉ, અંજાર અને રાપર તબાહ થઈ ગયા હતા. જયારે કચ્છના 400 ગામો જમીન દોસ્ત થઈ ગયા હતા. એ કચ્છ આજે રાજ્યમાં એક આર્થિક અને ઔદ્યોગિક હબ છે. કચ્છનાં મુખ્ય ઉદ્યોગોમાં એન્જિનિયરિંગ, પાવર, સ્ટીલ પાઇપ્સ, સિમેન્ટ, હસ્તકલા શામેલ છે. ઊભરતાં ઉદ્યોગ ક્ષેત્રોમાં બાંધકામ, કેમિકલ્સ, સિરામિક્સ અને ટેક્સટાઇલ્સ સામેલ છે. 

700 કિલોમીટર અને 182 તાલુકાની ધજા ધ્રુજી
ભૂકંપના કારણે 700 કિમી સુધીના વિસ્તારમાં આવેલા 182 તાલુકાઓ પર અસર થઈ હતી. જેમાં અંદાજે 6 લાખથી વધુ લોકો ઘર વિહોણા થયા હતા. 238 કિલોમીટર દૂર આવેલા અમદાવાદ અને 357 કિલોમીટર દૂર આવેલા સુરતમાં પણ ભૂકંપના કારણે તબાહી મચી હતી. અમદાવાદમાં 81 બિલ્ડીંગો પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી. જેમાં 752 લોકો મૃત્યુ પામ્યા હતા. સુરતમાં પણ હરેકૃષ્ણ નામની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી જેમાં 8 લોકોના કરૂણ મોત થયા હતા. જો કે આ વાતને 23 વર્ષ વિતી ગયા છે છતા લોકો આ ભયાનક ઘટનાને ભૂલી નથી શક્યા.

આ ભૂકંપ બાદ તત્કાલિન વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઈ અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ માટે જે વિકાસની રૂપરેખા તૈયારી કરી હતી. જેના મીઠા ફળ હવે મળી રહયા છે. પ્રવાસન ક્ષેત્રે કચ્છ રણોત્સવ અને ઉદ્યોગોમાં મુંદરા, અદાણી પોર્ટનો વિકાસ તેનો બોલતો પુરાવો છે. નેપાળ સહિત જ્યાં પણ 2001 પછી ભૂકંપ આવ્યા છે, ત્યાં કચ્છના પુનર્વસન મોડેલને અપનાવાયું છે. આજે કચ્છ 2 લાખ કરોડના મૂડીરોકાણ સાથે વિશ્વમાં ચમકે છે. તો 10 લાખ મેગા વોટ વીજળી ઉત્પાદન થાય છે. બંદરીય પરીવહનમાં કચ્છનો હિસ્સો 30 ટકા છે અને કંડલાનું દિનદયાલ પોર્ટ દેશમાં નંબર વન પોર્ટ છે. આમ હાલ કચ્છ વિકાસના હાઈવે પર પુરપાટ દોડી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news