ગુજરાતભરમાં જન્મોત્સવ માટે આતુર બન્યા કૃષ્ણભક્તો; દ્વારકા, શામળાજી અને ડાકોરમાં અનેરો થનગનાટ

આજે જન્માષ્ટમીનું પાવન પર્વ છે. ત્યારે રાજ્ય સહિત દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ છે. જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરથી ભગવાન કૃષ્ણના દર્શન કરી શકો છો.

ગુજરાતભરમાં જન્મોત્સવ માટે આતુર બન્યા કૃષ્ણભક્તો; દ્વારકા, શામળાજી અને ડાકોરમાં અનેરો થનગનાટ

ઝી બ્યુરો/દ્વારકા: આજે ગુજરાતની સાથે સાથે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના લગભગ તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોમાં અનોખો ઉત્સાહ નજરે પડી રહ્યો છે. તેમ પણ ગુજરાતમાં મુખ્ય ગણાતા ત્રણ કૃષ્ણ મંદિરો એવા દ્વારકાધીશ મંદિર, શામળાજી મંદિર અને ડાકોરના ઠાકોરજી મંદિર ખાતે વિશિષ્ટ ઉજવણીઓ કરવામાં આવી રહી છે. 

આજે જન્માષ્ટમીનું પાવન પર્વ છે. ત્યારે રાજ્ય સહિત દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ છે. જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરથી ભગવાન કૃષ્ણના દર્શન કરી શકો છો. તો અહીં ગોકુળ, મથુરા અને વૃદાવનમાં બિરાજમાન ભગવાનનાં દર્શન કરી શકો છો. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. દ્વારકામાં ભગવાનને રાજભોગ પણ ધરાવવામાં આવ્યો. રાત્રિના 12 વાગ્યે જન્મોત્સવ પર્વ નિમિતે જન્મોત્સવની આરતી કરવામાં આવી. મોડી રાત્રિના અઢી વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. 

અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ ઈસ્કોન મંદિરમાં ઉજવણી
દેશભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈના ઈસ્કોન મંદિરમાં પણ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના ઈસ્કોન મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવાયો. ભક્તોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી. અમદાવાદની કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ માટે ખાસ આયોજન કરાયું. રાત્રે 9 કલાકે ભગવાનના શયન દર્શનના ભક્તોએ લ્હાવો માણ્યો છે. રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ રહી છે. 

વડોદરામાં ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીના પગલે ભક્તોની ભારે ભીડ જોવા મળી. હરે કૃષ્ણ, હરે રામાના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું. રાધા કૃષ્ણની મૂર્તિને વિશેષ શણગાર કરવામાં આવ્યો. મંદિરમાં ભજન અને કિર્તનના તાલે ભક્તો ઝૂમતાં જોવા મળ્યા. મુંબઈના ઈસ્કોન મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી. રાત્રે 12 વાગ્યે ભગવાનનો જન્મોત્સવની ઠેરઠેર ઉજવણી ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news