Statue of Unity: માત્ર 10 પોઈન્ટ્સમાં જાણો સરદારના વિરાટ સ્ટેચ્યુનું A TO Z, આજે અનાવરણ

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સ્ટેચ્યુનું અનાવરણ થશે. ત્યાર બાદ 1 નવેમ્બરથી સ્ટેચ્યુ સામાન્ય નાગરિકોને જોવા મળશે. ત્યારે નવેમ્બર મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટી સંખ્યામાં ભીડ જામે તેવી શક્યતા છે. ત્યારે 10 પોઈન્ટ્સમાં જાણી લો, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અથતિ ઈતિ...

Statue of Unity: માત્ર 10 પોઈન્ટ્સમાં જાણો સરદારના વિરાટ સ્ટેચ્યુનું A TO Z, આજે અનાવરણ

સરદાર પટેલના મહાકાય સ્ટેચ્યુનું આજે અનાવરણ થવાનું છે. ત્યાર બાદ દુનિયાનું સૌથી ઊંચુ 182 મીટર ઊંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકોને નિહાળવા માટે ખુલ્લુ મૂકાશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સ્ટેચ્યુનુ અનાવરણ થશે. ત્યાર બાદ 1 નવેમ્બરથી સ્ટેચ્યુ સામાન્ય નાગરિકોને જોવા મળશે. ત્યારે નવેમ્બર મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટી સંખ્યામાં ભીડ જામે તેવી શક્યતા છે. ત્યારે 10 પોઈન્ટ્સમાં જાણી લો, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અથતિ ઈતિ...

1. 2989 કરોડના ખર્ચે આ સ્ટેચ્યુ લાર્સન એન્ડ ટ્રુબ્રો કંપની દ્વારા બનાવાયું છે. મૂર્તિ એક કોમ્પોઝિટ પ્રકારનું સ્ટ્રક્ચર છે, અને સરદારની મૂર્તિની ઉપર બ્રોન્ઝનું ક્લીયરિંગ છે. એટલે કે મૂર્તિની સ્કીન બ્રોન્ઝની બનેલી છે. આ પ્રોજેક્ટમાં એક લાખ 70 હાજર ક્યુબિટ મીટર કોન્ક્રીટ લાગ્યું છે. સાથે જ 2000 મેટ્રિક ટન બ્રોન્ઝનો પણ ઉપયોગ કરાયે છે. 5700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18500 મેટ્રિક ટન રિઈનફોર્સમેન્ટ બાર્સનો ઉપયોગ કરાયો છે. આ મૂર્તિ 22500 મેટ્રિક ટન સિમેન્ટમાંથી બની છે.  

2. જો તમે 5.6 ઈંચની હાઈટ ધરાવો છો, તો વિશાળકાળ સ્ટેચ્યુ તમારાથી 100 ગણુ ઊંચુ છે. 

3. સ્ટેચ્યુમાં બે હાઈ-સ્પીડ લિફ્ટ લગાવાઈ છે, જે મુલાકાતીઓને સરદાર પટેલની છાતીના ભાગ પર બનાવાયેલી વ્યૂઈંગ ગેલેરી સુધી લઈ જશે. આ ગેલેરમાં એકસાથે 200 લોકો ઉભા રહી શકશે. સ્ટેચ્યુ જે સ્થળે બનાવાયેલું છે, તે સ્થળ બર્ડ વોચિંગ માટે ઉત્તમ ડેસ્ટિનેશન છે. જે સાતપુડા અને વિંધ્યની પર્વતમાળાઓથી ઘેરાયેલું છે. 

4. આ પર્વતીય વિસ્તારમાં સરકારે આજુબાજુ ઈકો ટુરિઝમ ડેવલપ કર્યું છે. જ્યાં થ્રીસ્ટાર હોટલ સુવિધા, મ્યૂજિયમ, ઓડિયો-વિઝ્યુઅલ ગેલેરી જેવી અનેક સુવિધાઓ છે. 

5. સરદાર પટેલનું આ સ્ટેચ્યુ બનાવવું એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણુ ચેલેન્જિંગ હતું. માત્ર 182 મીટરની હાઈટ જ નહિ, પરંતુ નર્મદા નદીની વચ્ચોવચ આવેલા લોકેશન પર સરદાર પટેલના વોકિંગ પોઝનું સ્ટેચ્યુ બનાવવું પેટને આંટા લાવી દે તેવું કામ હતું. પ્રતિમા પર 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા 220ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહિ થાય. પ્રતિમાના નિર્માણમાં 85 ટકા તાંબુ ઉપયોગમાં લેવાયું હોવાથી હજારો વર્ષો સુધી કાટ નહીં લાગે.

6. નોઈડા બેઝ્ડ મૂર્તિકાર રામ.વી.સુતારે આ સ્ટેચ્યુ ડિઝાઈન કર્યું છે. જેમાં તેમણે ખાસ ધ્યાન રાખ્યું હતું કે, સરદાર પટેલના ચહેરાના હાવભાવ વ્યવસ્થિત રીતે અંકાય. આ માટે તેમણે આર્કાઈવમાંથી 2000 જેટલા ફોટોગ્રાફ્સનો અભ્યાસ કર્યો હતો. ઈતિહાસમાં જેમને લોખંડી પુરુષ વર્ણવાયા છે, તેમનો લોખંડી હાવભાવ બતાવવું સૌથી મોટી ચેલેન્જ હતી. દૂરથી જોઈએ, તો સરદાર પટેલ સરદાર સરોવર ડેમ તરફ ચાલી રહ્યા છે તેવું ભાસે છે. 

7. ગુજરાત સરકાર દ્વારા મુસાફરો માટે કેવડીયા ટાઉનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે 3.5 કિલોમીટર લાંબો હાઈવે બનાવાઈ રહ્યો છે. આ મૂર્તિ નર્મદા નદીના સાધુ નામના ટાપુ પર બની છે, જે ડેમથી 3.2 કિલોમીટર દૂર છે. અહીં બોટ રાઈડ પણ લઈ શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. 

8. આ પ્રતિમાની ખાસિયત એ છે કે, તેને બનાવવા માટે દેશભરના ખેડૂતો પાસેથી લોખંડ એકઠું કરાયું હતું.

9. સરદાર સરોવર બંધથી નજીક બની રહેલી આ મૂર્તિ બંધથી દોઢગણી ઉંચી છે. આ પ્રતિમાં અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઉંચી છે.

10. ત્રણ વર્ષમાં જ આ પ્રતિમાનું દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હોવાનું ટાઈટલ જતું રહેશે. મહારાષ્ટ્રમાં બની રહેલ છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ પાસે આ ટાઈટલ જતું રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news