આજથી દેવીની ઉપાસના કરવાના પર્વની શરૂઆત, આ પહેલા નવરાત્રિનું મહત્ત્વ સમજી લેજો
Trending Photos
આજથી માતાની આરાધનાનું પર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. ગુજરાતભરમાં 9 દિવસ સુધી એકતરફ ખેલૈયાઓનો થનગનાટ જોવા મળશે, તો બીજી તરફ આસ્થાનો માહોલ જોવા મળશે. ચૈત્રી નવરાત્રિ એટલે સાધના અને ઉપાસનાનું પર્વ. શાસ્ત્રોમાં આ નવરાત્રિનું અનેરુ મહત્ત્વ જોવા મળે છે. આ નવરાત્રિમાં પૂરા મનથી ભક્તિ કરવાથી મા અંબા પ્રસન્ન થાય છે. ચૈત્રી નવરાત્રિમાં જો 9 દિવસ સુધી પદ્ધતિ અનુસાર ભક્તિ કરવામાં આવે તો ભક્તને ઈચ્છતી ફળ પ્રાપ્ત થાય છે.
વર્ષમાં ચાર નવરાત્રિ
હિન્દુ શાસ્ત્રો મુજબ વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. વસંત(ચૈત્રી), અષાઢ, શરદ અને પુષ્ય નવરાત્રિ. જેમાં સૌથી શક્તિશાળી નવરાત્રિ ચૈત્રીની માનવામાં આવે છે. તેને શક્તિ અર્જન પર્વ પણ કહેવાય છે. નવરાત્રિથી વાતાવરણમાંથી અંધકારનો અંત થાય છે, અને સાત્વિકતાની શરૂઆત થાય છે. મનમાં ઉલ્લાસ, ઉમંગ અને ઉત્સાહની વૃદ્ધિ થાય છે. દુનિયામાં તમામ શક્તિ નારી કે સ્ત્રી સ્વરૂપ પાસે છે. તેથી આ દિવસોમાં દેવીની ઉપાસના કરવામાં આવે છે.
નવરાત્રિનું મહત્ત્વ
ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9 ચેત્ર નવરાત્રી માતાના અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે. આસો સુધ 1 થી આસો સુદ 9 શરદ નવરાત્રી, માતાના ભક્તિપૂર્ણ ગીતો ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે. પ્રાચીન કાળથી જ આ તહેવારમાં ઉપાસનાનું અનેરુ મહત્વ ગણાવાયું છે. તેથી જ શક્તિના ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપતપ કરતા હોય છે. પ્રાચીન સમયમાં ઋષિમુનીઓ માટે પણ આ તહેવાસ ખાસ બની રહેતો, જેમાં તેઓ તપ અને યજ્ઞો કરતા હતા. આજે પણ દેશભરમાં અનેક સ્થળોએ નવરાત્રિના યજ્ઞો થાય છે. આ દિવસે માતા નવ રૂપોની પૂજા થાય છે, હિન્દુ પરંપરા મુજબ આ 10 દિવસ ખાસ હોય છે.
10 ઓક્ટોબર, બુધવારથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. નવરાત્રિમાં મુખ્ય તો માતાનો અખંડ દીવો હોય છે. જેનાથી ઘરમાં મા દુર્ગાની કૃપા બની રહી છે. હિન્દુ પરિવારોમાં અનેક પરિવારોમા અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. તો અનેક પરિવારો માતાની ચોકી લગાવે છે. ચોકી લગાવવા માટે બુધવારે સવારે 7.45 વાગ્યાનો સમય બેસ્ટ છે. સવારે 11.36થી 12.24 સુધીના સમયમાં પણ પૂજા અને કળશ સ્થાપના કરી શકાય છે. આ સમયે અભિજીત મુહૂર્ત લાગી રહ્યું છે.
નવરાત્રિમાં આ બાબતોનું ધ્યાન રાખવું
- નવરાત્રિમાં જીવનના સમસ્ત ભાગો અને સમસ્યાઓ પર નિયંત્રણ કરી શકાય છે.
- અલગ અલગ ચક્રો પર જ્યોતિનું ધ્યાન કરવાથી વિશેષ પ્રકારની ઈચ્છાઓ પૂરી થાય છે.
- નવરાત્રિ દરમિયાન હળવું અને સાત્વિક ભોજન કરવું. ખાણીપણીમાં પાણીનો પ્રયોગ વધુ કરવો.
- આ દિવસોમાં તેલ, મસાલા અને અનાજ ઓછા ગ્રહણ કરવા.
- દીપક પ્રગટાવ્યા વગર ક્યારેય શક્તિની પૂજા કરી શકાતી નથી.
પ્રથમ દિવસના ઉપવાસ દરમિયાન નવ દિવસના ઉપવાસનો સંકલ્પ લેવો અને માતાને પ્રાર્થના કરવી - હે માતા, હુ મારી શક્તિ અને ભક્તિ મુજબ ઉપવાસ કરીશ, જો કોઈ ભૂલ થઈ જાય તો તારી સંતાન સમજીને માફ કરી દેજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે