મમતા મરી પરવારી: મહુધામાં કચરાના ઉકરડામાં નિષ્ઠુર જનેતાએ તાજી જન્મેલી મૃત બાળકીને તરછોડી, સ્થાનિકોમાં અનેક ચર્ચા

બીજી બાજુ સ્થાનિકો જણાવી રહ્યા છે કે કડકડતી ઠંડીના કારણે ઠુંઠવાઈ જતાં બાળકી મોતને ભેટી પણ હોઈ શકે છે. મૃત બાળકી અંગેની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં જોવા ઉમટી પડ્યા હતાં.

મમતા મરી પરવારી: મહુધામાં કચરાના ઉકરડામાં નિષ્ઠુર જનેતાએ તાજી જન્મેલી મૃત બાળકીને તરછોડી, સ્થાનિકોમાં અનેક ચર્ચા

ઝી ન્યૂઝ/ખેડા: ફરી એકવાર કળિયુગી જનેતાએ પોતાની તાજી જન્મેલી મૃત બાળકી ત્યજી દેવાની ઘટના બની છે. ખેડાના મહુધા ખાતે કચરાનાં ઉકરડામાં તાજી જન્મેલી મૃત બાળકી મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો. કચરાના ઢગલામાં તરછોડી દીધેલી મૃત બાળકી મળતા સ્થાનિક લોકો ભેગા થયા હતા અને અનેક અટકળો ચાલી હતી. કોઈ નિષ્ઠુર માતાએ પોતાની કુખે જન્મેલ તાજી બાળકીને જન્મ આપ્યા બાદ એવી જગ્યાએ તરછોડી કે જેના કારણે આ બાળકીનો મોત નીપજતું હોય શકે છે.

આ ઘટનામાં મળતી માહિતી મુજબ, મહુધાના ફિણાવ ભાગોળ નજીક કચરાનાં ઉકરડામાં આજે એક તરછોડાયેલી મૃત બાળકી મળતાં ઘટના સ્થળે લોકના ટોળા ઉમટ્યા હતા. બાળકીને કપડામાં લપેટીને કચરાના ઢગલામાં ત્યજી દેવાઈ હતી. ઘટનાની જાણ પોલીસને કરાતા મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હકી. જેમાં પોલીસને મહુધા ખાતે તાજી જન્મેલી મૃત બાળકી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટયા હતા. પોલીસે હાલ જનેતા વિશે સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે.

બીજી બાજુ સ્થાનિકો જણાવી રહ્યા છે કે કડકડતી ઠંડીના કારણે ઠુંઠવાઈ જતાં બાળકી મોતને ભેટી પણ હોઈ શકે છે. મૃત બાળકી અંગેની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં જોવા ઉમટી પડ્યા હતાં. તાજી જન્મેલી મૃત બાળકીને કોણે ત્યજી દીધી તે અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે.

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news