સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો આખે આખો પરિવાર ગુમ, એફબી પર PICS પણ અપલોડ કર્યા હતાં

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ રોજે રોજ ઉમટી પડે છે. એમાં પણ રજાના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો નોંધાય છે. 1 લી માર્ચ રવિવારના દિવસે વડોદરાના નવાપુરા વિસ્તારમાં એસઆરપી ગ્રાઉન્ડની પાછળ રહેતો પરમાર પરિવાર પોતાની કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો આખે આખો પરિવાર ગુમ, એફબી પર PICS પણ અપલોડ કર્યા હતાં

જયેશ દોશી, નર્મદા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ રોજે રોજ ઉમટી પડે છે. એમાં પણ રજાના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો નોંધાય છે. 1 લી માર્ચ રવિવારના દિવસે વડોદરાના નવાપુરા વિસ્તારમાં એસઆરપી ગ્રાઉન્ડની પાછળ રહેતો પરમાર પરિવાર પોતાની કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ એ આખો પરિવાર ગાયબ થઈ જતા એમના અન્ય પરિવારજનોએ કેવડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. 

મળતી માહિતી મુજબ વડોદરાના નવાપુરા વિસ્તારના એસ. આર. પી.ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર, 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની GJ 06 KP 7204 અલ્ટો કારમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ગત તારીખ  29.02 2020 ના રોજ આવ્યા હતા. ત્યારબાદ તેમણે સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોટા પણ અપલોડ કર્યાં અને વડોદરા પરત જવા નીકળ્યા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનોએ એમની શોધખોળ આદરી હતી અને આ પરિવાર ના મળી આવતા પરિવારજનો પૈકી કિરીટભાઈ કેવડિયા આવી પહોંચ્યા હતા.અને એમના ગુમ થયાની જાણવા જોગ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

જુઓ LIVE TV

છેલ્લા બે દિવસથી પરિવારજનો આ પરિવારની શોધખોળ કરી રહ્યાં છે. ફરિયાદ ના પગલે  નર્મદા પોલીસ સ્ટેચયુ ઓફ યુનિટી ના c c t v કેમરા ચેક કરવના ચક્રો ગતિ માન કર્યા છે. કેવડિયા પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ પરિવારની સવારે એન્ટ્રી અને મોડી સાંજે 7.30 વાગ્યે બહાર જતો જોવા મળ્યો છે. ત્યારબાદ ક્યાં ગયા તે કોઈને ખબર નથી. મોબાઈલ લોકેશન પરથી તેમની ભાળ મેળવવાની કોશિશ કરાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news