KBC 14: 50 લાખના પ્રશ્ન પર અટક્યો ગુજરાતનો વિમલ, શું તમને ખબર છે આ સવાલનો જવાબ?

ગુજરાતના રહેવાસી વિમલે અમિતાભ બચ્ચનની સાથે મઝાક મસ્તી કરતા ગેમને આગળ વધારી અને સારું રમ્યો હતો. ગુજરાતના વિમલે 25 લાખ રૂપિયા જીતી લીધા. અને તે 50 લાખ રૂપિયા પણ જીતી શકતો હતો.

KBC 14: 50 લાખના પ્રશ્ન પર અટક્યો ગુજરાતનો વિમલ, શું તમને ખબર છે આ સવાલનો જવાબ?

Kaun Banega Crorepati 14 Update: ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 14' માં અત્યાર સુધીમાં ઘણા સ્પર્ધકોના નસીબ ચમકાવી દીધા છે. 7મી ઓગસ્ટ 2022ના રોજ શરૂ થયેલા આ શોમાં દેશના અલગ-અલગ ખૂણેથી સ્પર્ધકો આવ્યા હતા અને મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપીને લાખો રૂપિયા જીત્યા હતા. જો કે, અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલી KBCની 14મી સિઝનમાં હજુ સુધી કોઈ સ્પર્ધક કરોડપતિ બની શક્યો નથી, પરંતુ અત્યાર સુધી ઘણા લોકો કરોડપતિ બની ગયા છે. ગુજરાતનો વિમલ પણ કેબીસીમાંથી લખપતિ બન્યો છે.

ગુજરાતના રહેવાસી વિમલે અમિતાભ બચ્ચનની સાથે મઝાક મસ્તી કરતા ગેમને આગળ વધારી અને સારું રમ્યો હતો. ગુજરાતના વિમલે 25 લાખ રૂપિયા જીતી લીધા. અને તે 50 લાખ રૂપિયા પણ જીતી શકતો હતો, પરંતુ તે એક કઠિન સવાલનો જવાબ આપી શક્યો નહોતો.

શું હતો 50 લાખનો સવાલ?
ગુજરાતના વિમલે 'કૌન બનેગા કરોડપતિ 14' માં સારું રમ્યો હતો અને 25 લાખ રૂપિયા જીત્યો હતો, પરંતુ 50 લાખ રૂપિયાના સવાલ પર તે અટકી પડ્યો હતો. વિમલને પુછવામાં આવ્યું હતું કે, આમાંથી કયા ભારત રત્ન વિજેતાનો જન્મ અને મૃત્યું બન્ને ભારતની બહાર કોઈ દેશમાં થયું હતું? ઓપ્શન હતો, પહેલો- લાલ બહાદુર શાસ્ત્રી, બીજો- મૌલાના અબુલ કલામ અઝાદ, ત્રીજો- મદર ટેરેસા, ચોથો- જેઆરડી ટાટા. પરંતુ તેનો સાચો જવાબ ચોથો એટલે કે જેઆરડી ટાટા છે.

50 લાખ રૂપિયાનો જવાબ ના આપી શક્યો વિમલ
ગુજરાતના વિમલને આ સવાલનો જવાબ ખબર નહોતો અને તેણે પોતાની ત્રણેય લાઈફલાઈનનો ઉપયોગ પહેલા જ કરી લીધો હતો. એવામાં તેણે સમજદારીની સાથે ગેમમાંથી ક્વિટ કરવાનો નિર્ણય લીધો અને 50 લાખ રૂપિયાનો મોહ હટાવીને 25 લાખ રૂપિયા લઈને ગેમ છોડી દીધી હતી. વિમલના આ નિર્ણયની તમામે પ્રશંસા કરી હતી. વિમલ શોમાંથી 25 લાખ રૂપિયા લઈને પોતાના ઘરે ગયો હતો.

વિમલ પર 9 લાખ રૂપિયાનું દેવું
શો દરમિયાન વિમલે ખુલાસો કર્યો હતો કે, મારા પર 9 લાખ રૂપિયાનું દેવું છે. તે ભાવુક થઈ ગયો અને જણાવ્યું કે, તે પોતાની જીતેલી રકમમાંથી પોતાના પરિવારનું દેવું પુરું કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news