કથાકાર મોરારીબાપુએ લીધી કોરોના વેક્સીન
Trending Photos
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતની અનેક હસ્તીઓ વેક્સીન લઈ ચૂકી છે
- ગુજરાતની દિગ્ગજ હસ્તીઓ હવે વેક્સીન લઈને લોકોને કોરોનાથી બચવાની અપીલ કરી રહ્યાં છે
કેતન બગડા/અમરેલી :સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે છે ત્યારે ભારતમાં જ શોધાયેલી વેક્સીન (corona vaccine) સમગ્ર વિશ્વમાં કોરોના સામે કારગત નીવડી છે. દેશભરમાં વેક્સીનેશનનો બીજો તબક્કો હાલ ચાલુ છે. ત્યારે કથાકાર મોરારીબાપુ (morari bapu) એ પણ વેક્સીન લીધી છે. સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં તેમણે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને તમામ લોકોને પણ આ કોરોના રસી લેવા અપીલ કરી હતી.
આ પણ વાંચો : સુરતમાં વિસ્ફોટક સ્થિતિ, 4 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં, રસી લીધા બાદ 3 ઈજનેરોને કોરોના
મોરારીબાપુએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો
કોરોના મહામારીએ જ્યારે વિશ્વને રોકી રાખ્યું છે. તબીબી આલમમાં પણ કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ કોરોના પર માત મેળવી પ્રથમ વેક્સીન શોધી કાઢી છે. હાલ લોકોને વેક્સીન આપવાની કામગીરી પૂરજોરમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતની અનેક હસ્તીઓ વેક્સીન લઈ ચૂકી છે. ત્યારે આજ રોજ સાવરકુંડલાના લલ્લુ ભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે કથાકાર મોરારીબાપુએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
વેક્સીન લઈ કોરોનાની બીમારી સામે રક્ષણ મેળવો - બાપુ
મોરારીબાપુને વેક્સીન આપીને ગાઈડલાઈન મુજબ મુજબ 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા. બાદમાં બાપુએ મીડિયાને જણાવ્યું કે, કોરોનાની મહામારીથી બચવા સરકારના વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત મેં વેક્સીન લીધી છે. હું તમામને અપીલ કરું છું કે, લોકો મોટી સંખ્યામાં વેક્સીન લઈ કોરોનાની બીમારી સામે રક્ષણ મેળવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે