સતત બીજા મહિને ભારતીય ખેલાડીએ જીત્યો આઈસીસીનો એવોર્ડ, આ વખતે R Ashwin વિજેતા
આર અશ્વિન (R Ashwin) ને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા માટે મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં આર અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 24 વિકેટ ઝડપવાની સાથે એક સદી ફટકારી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ 2021ની શરૂઆતમાં માસિક એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં જાન્યુઆરી મહિનામાં ICC Player of the Month નો એવોર્ડ ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે જીત્યો હતો. તો ફેબ્રુઆરી મહિનાના વિજેતાની જાહેરાત પણ આઈસીસીએ કરી દીધી છે. મંગળવારે આઈસીસીએ જણાવ્યું કે, પુરૂષ વર્ગમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંત રવિચંદ્રન અશ્વિન છે, જ્યારે મહિલા વર્ગમાં આ એવોર્ડ ઈંગ્લેન્ડની Tammy Beaumont એ જીત્યો છે.
આર અશ્વિન (R Ashwin) ને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા માટે મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં આર અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 24 વિકેટ ઝડપવાની સાથે એક સદી ફટકારી હતી. તેની મદદથી તેણે ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટને પાછળ છોડતા આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. પાછલા મહિને પણ જો રૂટ નોમિનેટ થયો હતો પરંતુ ત્યારે એવોર્ડ રિષભ પંતના ખાતામાં આવ્યો હતો.
24 wickets in February 📈
A match-defining hundred vs England 💥
ICC Men's Player of the Month ✅
Congratulations, @ashwinravi99! pic.twitter.com/FXFYyzirzK
— ICC (@ICC) March 9, 2021
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફેબ્રુઆરીમાં ત્રણ ટેસ્ટ મેચોમાં અશ્વિને એક સદી સાથે 176 રન બનાવ્યા, જ્યારે બોલિંગમાં તેણે 24 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 400 વિકેટ પણ પૂરી કરી હતી. સિરીઝમાં અશ્વિને 32 વિકેટ ઝડપી અને 189 રન બનાવ્યા હતા. તે મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. તો ઈંગ્લેન્ડની ટૈમી બ્યૂમાઉન્ટે ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી મહિનામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી, જ્યાં તેણે 231 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનને કારણે તેને આઈસીસી વુમેન પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે