વિકાસની માત્ર વાતો છે? મહિલાઓ ગુજરાતના ચેરાપુંજી ગણાતા જિલ્લામાં જીવના જોખમે પાણી મેળવવા મજબુર

રાજ્યનું ચેરાપુંજી મનાતા કપરાડા તાલુકામાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા સર્જાઈ છે. અનેક ગામના લોકોએ પીવાના પાણી માટે કલાકો સુધી જંગલો અને પહાડો માં રઝળપાટ કરવો પડી રહ્યો છે, પરંતુ કપરાડા તાલુકાના ઘોટવળ ગામના મૂળ ફળિયા ગામની મહિલાઓએ એક બેડુ પીવાના પાણી માટે કેવી રીતે જીવને પણ જોખમમાં મુકવો પડી રહ્યો છે.

વિકાસની માત્ર વાતો છે? મહિલાઓ ગુજરાતના ચેરાપુંજી ગણાતા જિલ્લામાં જીવના જોખમે પાણી મેળવવા મજબુર

વલસાડ : રાજ્યનું ચેરાપુંજી મનાતા કપરાડા તાલુકામાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા સર્જાઈ છે. અનેક ગામના લોકોએ પીવાના પાણી માટે કલાકો સુધી જંગલો અને પહાડો માં રઝળપાટ કરવો પડી રહ્યો છે, પરંતુ કપરાડા તાલુકાના ઘોટવળ ગામના મૂળ ફળિયા ગામની મહિલાઓએ એક બેડુ પીવાના પાણી માટે કેવી રીતે જીવને પણ જોખમમાં મુકવો પડી રહ્યો છે.

ઉનાળો શરૂ થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી રહી છે. પીવાના પાણીની પળોજણથી રાજ્યનું ચેરાપુંજી મનાતો કપરાડા તાલુકો પણ બાકાત નથી. કપરાડા તાલુકામાં ચોમાસામાં સરેરાશ 125 ઇંચ થી વધુ વરસાદ વરસે છે. જોકે તેમ છતાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા આ વિસ્તારમાં પણ ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે. આથી એક બેડું પાણી માટે આ વિસ્તારના લોકોએ જંગલ અને પહાડી વિસ્તારમાં રઝળપાટ કરવો પડે છે. ત્યારે જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર એવા કપરાડા તાલુકાના છેવાડે આવેલા ઘોટવળ ગામના મૂળ ફળિયાના લોકો પણ પીવાના પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, આ મૂળ ફળિયામાં ગામના એક હજારથી વધુ લોકો રહે છે. 

જો કે તેમ છતાં આ પહાડી વિસ્તારમાં આ ફળિયાના લોકો માટે પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત એક હેન્ડપંપને એક કૂવો છે. પીવાના પાણી માટે લોકો કૂવા અને હેન્ડ પંપ પર નિર્ભર રહે છે. જોકે ઉનાળામાં એમાં પણ પાણીના તળ નીચે જતા રહે છે. આથી નજીવું પાણી જ મળે છે. જેથી મહિલાઓએ વહેલી સવારે ઊઠીને આ ફળિયાથી દુર જંગલ અને પહાડી વિસ્તારમાં એક કિલોમીટર દૂર જવું પડે છે. અત્યારે કૂવામાં પાણીના તળ પણ નીચે વહી ગયા છે. આથી કૂવામાંથી પાણી મેળવવા માટે મહિલાઓ અને લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મુકી અને કૂવામાં ઉતરવું પડે છે. કૂવાના તળિયે ઉતર્યા બાદ વાટકે વાતકે ડબલામાં પાણીને ભરી અને કૂવામાંથી બહાર ખેંચવામાં આવે છે. ત્યારબાદ નસીબમાં પાણી મળે છે. આમ એક બેડું પાણી મેળવવા માટે મહિલાઓએ જીવને જોખમમાં મુકવો પડે છે. આથી વર્ષોથી આ સમસ્યા ના સમાધાન માટે હવે વહેલી તકે સરકાર પીવાના પાણીની સુવિધા ઉભી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

આ મુદ્દાઓ પર સરકાર અને ડોક્ટર્સ વચ્ચે થયું સમાધાન, આખરે ઘીના ઠામમાં ઘી ઢોળાયું
મહત્વપૂર્ણ છે કે, રાજ્યનું ચેરાપુંજી મનાતા આ વિસ્તારમાં ચોમાસામાં રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીમાં સૌથી વધુ વરસાદ વરસે છે. પરંતુ તેમ છતાં કડવી વાસ્તવિકતા એ છે કે સૌથી વધુ વરસાદનો વૈભવ ધરાવતા કપરાડા તાલુકામાં પણ ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે. આ સમસ્યા એક બે ગામોની નહિ પરંતુ આ પહાડી વિસ્તારમાં આવેલા અસંખ્ય અંતરિયાળ ગામોમાં આવી જ સમસ્યા સર્જાય છે. અને લોકોએ એક બેડું પાણી માટે કલાકો સુધી જંગલો અને પહાડી વિસ્તારોમાં રઝળપાટ કરવો પડે છે. 

કપરાડા તાલુકો રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો મતવિસ્તાર છે. આ વિસ્તારની પાણીની સમસ્યા અંગે તેઓએ પણ અનેક વખત અગાઉ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જોકે હવે તેઓ પાણી પુરવઠા મંત્રી છે આથી આ વિસ્તારની પાણીની સમસ્યાને તેઓ પોતે પણ સ્વીકારે છે. સાથે આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યા ના સમાધાન માટે આકાર લઇ રહેલી અસ્ટોલ પાણી પુરવઠા યોજના પૂરી થયા બાદ આ સમસ્યાનો અંત આવશે તેમ પાણી પુરવઠા મંત્રી જણાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news