આખા ગુજરાતમાં આવ્યા તેના કરતા ચાર ઘણા કેસ માત્ર ગાંધીનગરમાં આવ્યા
રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો હતો. યુનિવર્સિટીમાં 35 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડતા આરોગ્યતંત્ર દોડતું થયું હતું. આજે આરોગ્યની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં રહેલા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હોય તેવા વિદ્યાર્થીઓની તપાસ કરતા મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. આરોગ્યશાખા દ્વારા આ યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
Trending Photos
ગાંધીનગર : રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો હતો. યુનિવર્સિટીમાં 35 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડતા આરોગ્યતંત્ર દોડતું થયું હતું. આજે આરોગ્યની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં રહેલા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હોય તેવા વિદ્યાર્થીઓની તપાસ કરતા મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. આરોગ્યશાખા દ્વારા આ યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના કેસો નહીવત્ત નોંધાઇ રહ્યા છે. ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં એકાએક કોરોના વિસ્ફોટ થયો હતો. એક સાથે 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થતા આરોગ્યતંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગની મોટી ટીમ આટલા મોટા કેસ સામે આવતા પોતાના તમામ તામઝામ સાથે જ આ યુનિવર્સિટીમાં ધામા નાખ્યા હતા. સમગ્ર નેશનલ લો યુનિવર્સિટી જાણે કે કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત થઇ ચુકી છે. ઼
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં હાલ આશરે 700 થી વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી 35 કોરોના સંક્રમિત થઇ ચુક્યાં છે. આ આંકડો હજી પણ વધી શકે છે. વિદ્યાર્થીઓને છેલ્લા 4 દિવસથી શરદી ખાંસી અને તાવ આવી રહ્યો હતો. જે પૈકી એક વિદ્યાર્થીની તબિયત લથડતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિવર્સિટી દ્વારા તત્કાલ અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવાતા આંકડો આવ્યો તે જોઇને આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે