લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા જુનિયર ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે: નીતિન પટેલ

હાલ કોરોના કાળમાં તમામ લોકો વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યા છે. દરેક વ્યક્તિ સરકાર પાસે કોઇને કોઇ માંગણીઓ કરી રહ્યા છે. શિક્ષકો બાદ શાળાના આચાર્યો અને હવે ફ્રન્ટ લાઇન વોરિયર ગણાતા ડોક્ટર્સમાં હવે ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. આજ વહેલી સવારથી જ હડતાળ પાડીને ડોક્ટર્સે કામગીરીથી અળગા રહ્યા હતા. જો કે નાયબ મુખ્યમંત્રીએ આ ડોક્ટર્સને પત્રકાર પરિષદ કરીને કડક ચેતવણી આપી હતી. પત્રકાર પરિષદમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી અને આરોગ્ય કમિશ્રર શિવહરે પણ હાજર રહ્યા હતા. 
લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા જુનિયર ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે: નીતિન પટેલ

અમદાવાદ : હાલ કોરોના કાળમાં તમામ લોકો વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યા છે. દરેક વ્યક્તિ સરકાર પાસે કોઇને કોઇ માંગણીઓ કરી રહ્યા છે. શિક્ષકો બાદ શાળાના આચાર્યો અને હવે ફ્રન્ટ લાઇન વોરિયર ગણાતા ડોક્ટર્સમાં હવે ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. આજ વહેલી સવારથી જ હડતાળ પાડીને ડોક્ટર્સે કામગીરીથી અળગા રહ્યા હતા. જો કે નાયબ મુખ્યમંત્રીએ આ ડોક્ટર્સને પત્રકાર પરિષદ કરીને કડક ચેતવણી આપી હતી. પત્રકાર પરિષદમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી અને આરોગ્ય કમિશ્રર શિવહરે પણ હાજર રહ્યા હતા. 

નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ જયંતિ રવિ અને કમિશ્નર જયપ્રકાશ શિવહરેના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યો છે. રાજ્ય સરકારની 6 મેડિકલ કોલેજો અને રાજ્ય સરકાર હસ્તકની 8 GMERS કોલેજ કાર્યરત છે. હાલ અમદાવાદ સીવીલથ માંડીને રાજકોટ, જૂનાગઢ, પાટણ, વડનગર, મહેસાણા, ગાંધીનગર અને વલસાડ સહિતની  કોરોનાની કામગીરીમાં જોડાયેલા છે.  દર વખતે રિવ્યુ મીટિંગ કરવામાં આવે છે. કોરોના સમયગાળામાં કોઇએ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરવો જોઇએ. હાલ રાજ્યમાં ફરી એકવાર કોરોનાની સ્થિતી થાળે પડી રહી છે. દર્દીઓની સંખ્યામાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે. 

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કાર્યવાહી પુર્ણ થઇ ચુકી છે. નવા પ્રથમ પ્રશ્નો મેડિકલનું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનું થાય છે તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. મેડિકલ ટીચીંગ સ્ટાફ માટેની તૈયારીઓ અને હોસ્ટેલની પણ તૈયારીઓ અંગે રિવ્યુ મીટિંગ કરી હતી. 3 કલાક ચાલેલી મીટિંગમાં બધી કામગીરી સંતોષજનક છે. આરોગ્યમંત્રી તરીકે હું આ કામગીરીને અભિનંદન આપુ છું. 

મફતમાં ભણતા વિદ્યાર્થીઓ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે
દેશ વિદેશની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરીને વિદ્યાર્થીઓ અહીયાં આવે તો ઇન્ટરશિપ કરવા માટે એક લાખ રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે. ત્યાર પછી એ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી શકે છે. આ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા 1 લાખ રૂપિયા ચાર્જ વસુલવામાં આવે છે. ત્યાર બાદ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી શકશે. આ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા 12 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે ચુકવાય છે. તેમ છતા દર્દીઓની સુવિધા જોયા વગર સરકારને ખોટી રીતે દબાવીને હડતાળ પાડે તે યોગ્ય નથી. જો વિદ્યાર્થીઓ હડતાળ ચાલુ રાખશે તો તેમની ગેરહાજરી પુરવાનું ચાલુ કરવામાં આવશે. પીજીમાં જે જરૂરી છે તે હાજરી નહી હોય તો તેમને જ નુકસાન થશે. બિન શરતી ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થી હડતાળ પાછી ખેંચે નહી તો તેમને ગેરહાજરી ભરાવાનું ચાલુ થશે. સરકારને દબાણમાં લઇને કોઇ સરકારની મજબૂરીનો લાભ કે દર્દીઓની મજબુરીનો લાભ લેવા પ્રયત્ન કરશો તો સહેજ પણ ચલાવી લેવાશે નહી. 

હવે સિવિલ હોસ્પિટલમાં આખો દિવસ ચાલશે ઓપીડી
અમદાવાદ સીવીલ અંગે ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સીવીલમાં સવારે 8થી 2 વાગ્યા સુધી ઓપીડી ચાલતી હતી. જો કે હવે નિર્ણ કરાયો છે કે, હોસ્પિટલમાં સાંજની ઓપીડી પણ શરૂ કરવામાં આવશે. હવે નવી ઓપીડી સાંજે 4 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. દિવાળી સમયે કોરોના દર્દીઓને ક્યાં દાખલ કરવા તે સવાલ હતો જો કે હવે 84 ટકા બેડ ખાલી છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. 

અત્યાર સુધી અપાયેલ કોરોના વેક્સિનની કોઇ આડઅસર નહી
સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિનની કામગીરી ચાલી રહી છે. જેટલા લોકોએ વેક્સિન લીધી છે તેમને કોઇ પણ પ્રકારની આડઅસર જોવા નથી મળી. કોઇ પ્રકારની આડઅસર કે બીજી તકલીફોની ફરિયાદ આવી નથી. હવે બીજા તબક્કાના રસીકરણની કામગીરી ચાલુ થશે. ત્યાર બાદ સંપુર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. 

સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત ડોક્ટર્સની ફ્રી સેવા લેવાશે
રાજ્યમાં ખાનગી નિષ્ણાત તબીબો ની પ્રેક્ટિસ સારા પ્રમાણે ચાલે છે નામાંકિત ડોક્ટર છે દર્દીઓ દેશ વિદેશમાંથી આવે છે આવા  ડોક્ટરોનો નો લાભ સરકારી હોસ્પિટલમાં લેવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના નિષ્ણાત ડોક્ટરોની સેવા અમદાવાદમાં,સુરતનો નિષ્ણાત ડોક્ટરોની સેવા સુરતમાં એમ જે તે જિલ્લાના નિષ્ણાત ડોક્ટરોની સેવા સરકારી હોસ્પિટલમાં લેવાનો સરકારે નિર્ણય કર્યો માણસ સેવા તરીકે સેવા લેવામાં આવશે. પ્રતિષ્ઠિત ડોક્ટર્સ વિના મુલ્યે હોસ્પિટલમાં સેવા આપશે. 

મોરબીમાં મેડિકલ કોલેજને મંજુરી
મેડિકલ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તરફથી મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે પરવાનગી માંગી હતી. જેને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. મોરબી હોસ્પિટલમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર બંન્ને ગ્રાન્ટ આપશે. સરકાર સત્તાવાર પત્ર લખીને આ વર્ષથી 100 મેડિકલ સીટ સાથેની કોલેજને મંજુરી આપી છે. ગુજરાતને વધારે એક મેડિકલ કોલેજ મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news