Bengaluru: પગાર ન મળવા પર ભડક્યા કર્મચારીઓ, iPhone Plantમાં કરી તોડફોડ, 437 કરોડનું નુકસાન

કંપનીના કર્મચારી પગાર ન મળવાથી નારાજ હતા અને શનિવારે તેમણે ફેક્ટરીમાં તોફાન મચાવ્યું હતું. વિસ્ટ્રોન કોર્પોરેશન (Wistron Corporation)એ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું કે, હિંસા દરમિયાન હજારો આઇફોન ચોરી થઈ ગયા, જે નુકસાનનું સૌથી મોટુ કારણ છે. 
 

Bengaluru: પગાર ન મળવા પર ભડક્યા કર્મચારીઓ, iPhone Plantમાં કરી તોડફોડ, 437 કરોડનું નુકસાન

બેંગલુરૂઃ કર્ણાટકના કોલારમાં સ્થિત આઈફઓન  (iPhone) બનાવનારી ફેક્ટરીમાં થયેલી તોડફોડમાં આશરે 437 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ફેક્ટરી તાઇવાનની વિસ્ટ્રોન કોર્પોરેશન  (Wistron Corporation) સંચાલિત કરે છે. વિસ્ટ્રોન કોર્પોરેશને ફરિયાદમાં જાણકારી આપી છે કે કર્મચારીઓ દ્વારા તોડફોડનમાં કંપનીને 437 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

હિંસા દરમિયાન ચોરી થયા આઈફોન
મહત્વનું છે કે કંપનીના કર્મચારી પગાર ન મળવાથી નારાજ હતા અને શનિવારે તેમણે ફેક્ટરીમાં તોફાન મચાવ્યું હતું. વિસ્ટ્રોન કોર્પોરેશન (Wistron Corporation)એ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું કે, હિંસા દરમિયાન હજારો આઇફોન ચોરી થઈ ગયા, જે નુકસાનનું સૌથી મોટુ કારણ છે. આ સિવાય શ્રમિકોએ એસેમ્બલી લાઇન અને અન્ય ઉપકરણોને પણ ક્ષતિગ્રસ્ત કર્યા છે. 

3 મહિનાથી ચાલી રહ્યો છે વિવાદ
હિંદાની નિંદા કરતા કર્ણાટકના શ્રમ મંત્રી શિવરામ હેબ્બર (Shivaram Hebbar)એ કહ્યુ કે, કંપનીને થયેલું નુકસાન અસ્વીકાર્ય છે. સરકારે કહ્યુ કે, વિસ્ટ્રોન અને કોન્ટ્રાક્ટ મજૂરો વચ્ચે વિવાદ ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે. કર્ણાટકના શ્રમ મંત્રી શિવરામ હેબ્બરે કહ્યુ કે, વિસ્ટ્રોને પોતાના કોલાર યૂનિટ માટે 8900 લોકોને કામ પર રાખવા માટે છ સહાયક કંપનીઓ સાથે કરાર કર્યો હતો. આ સિવાય કંપનીમાં 1200 સ્થાયી કર્મચારી પણ છે. 

ગેરસમજણને કારણે ભડકી હિંસા
રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ શેટ્ટાર  (Jagadish Shettar)એ કહ્યુ કે, આ હિંસા વિસ્ટ્રોન  અને કર્મચારીઓ વચ્ચે ગેરસમજણને કારણે ભડકી છે. તેમણે કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે કંપનીએ કોન્ટ્રાક્ટર્સને પૈસા આપી દીધા હતા, પરંતુ તેણે કર્મચારીઓને ચુકવણી કરવામાં વિલંબ કર્યો. શ્રમ વિભાગે વિસ્ટ્રોનને નોટિસ ફટકારી છે, જેમાં ફર્મને ત્રણ દિવસમાં બાકી નાણાની ચુકવણી કરવાનું કહેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news