જૂનાગઢ: કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારને અકસ્માત નડ્યો, પૌત્રીનું મોત

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારને નડ્યો. જેમાં તેમની પૌત્રીનું મોત થયું છે. 

જૂનાગઢ: કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારને અકસ્માત નડ્યો, પૌત્રીનું મોત

હનીફ ખોખર, જૂનાગઢ: આજનો શનિવાર ગુજરાતના બે ધારાસભ્યો માટે ગોઝારો બની ગયો. એક તો કોંગ્રેસના ધારાસભ્ય અને લોકસભા 2019ની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના દીકરાનું અકસ્માતમાં મોત થયું છે. લલિત કગથરાના દીકરા વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળમાં એક અકસ્માતમાં મોત નિપજ્યું છે. વિશાલ કગથરા પરિવાર અને મિત્રો સાથે ગંગટોક ફરવા ગયો હતો. ત્યારે શીલીગુડીથી બહેરામપુર વચ્ચે વોલ્વો બસને અકસ્માત થયો હતો. જેમાં વિશાગ કગથરાનું મોત થયું છે. જ્યારે બીજો અકસ્માત જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારને નડ્યો. જેમાં તેમની પૌત્રીનું મોત થયું છે. 

મળતી માહિતી મુજબ જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારના કુલ 7 સભ્યો આંધ્ર પ્રદેશ ફરવા ગયા હતાં. હૈદરાબાદથી 70 કિલોમીટર દૂર આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો. આ ભીષણ અકસ્માતમાં મનોજ જોશીના પુત્રી અને ભીખાભાઈ જૌશીના પૌત્રી પરી જોશીનું મોત નિપજ્યું છે.  પરિવારના અન્ય ઈજાગ્રસ્ત સભ્યોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

જુઓ LIVE TV

આજે બે ધારાસભ્યોના પરિવાર અકસ્માતનો ભોગ બન્યાં. જેમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના દીકરાનું અકસ્માતમાં મોત થયું છે. લલિત કગથરાના દીકરા વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળમાં એક અકસ્માતમાં મોત નિપજ્યું છે. વિશાલ કગથરા પરિવાર અને મિત્રો સાથે ગંગટોક ફરવા ગયો હતો. ત્યારે શીલીગુડીથી બહેરામપુર વચ્ચે વોલ્વો બસને અકસ્માત થયો હતો. જેમાં વિશાગ કગથરાનું મોત થયું છે. 

વિશાલ કગથરા તેના પરિવાર સાથે પશ્વિમ બંગાળની ટુર પર ગયો હતો. તે કોલકાત્તાથી ફ્લાઈટમાં પરત ફરવાના હતા, પરંતુ ફ્લાઈટ ચૂકી જતા, તેઓ બાય રોડ બહેરામપુરા આવવા નીકળ્યા હતા. તેઓ જે વોલ્વોમાં સવાર હતા, તે એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલ વિશાલનું એક્સિડન્ટમાં મોત નિપજ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news