ભાજપ સરકાર પર સંકટ: ચૂંટણીના પરિણામો પહેલા જ આ રાજ્યમાં લાગ્યો ઝટકો

પહેલા જ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ભાજપ અને તેની સહયોગી પાર્ટી એનપીએફની વચ્ચે અણબનાવનાં અહેવાલો વહેતા થયા હતા

ભાજપ સરકાર પર સંકટ: ચૂંટણીના પરિણામો પહેલા જ આ રાજ્યમાં લાગ્યો ઝટકો

ઇંફાલ : લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામ 23 મેનાં રોજ આવશે, પરંતુ તે અગાઉ ભાજપને વધારે એક ઝટકો લાગ્યો છે. મણિપુરમાં ભાજપની સહયોગી પાર્ટી એનપીએફએ તેનો સાથ છોડી દીધો છે. જો કે તેની સાથે સંબંધિત સમાચાર પહેલા જ આવી ચુક્યા હતા કે બંન્ને દળોની વચ્ચે કેટલાક મુદ્દે વિવાદ ચાલી રહ્યા છે. શનિવારે એનપીએફ દ્વારા એક નિવેદન બહાર પાડીને ભાજપ સાથે છેડો ફાડવામાં આવ્યો હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે. નિવેદન બહાર પાડતા એનપીએફ (નગા પીપલ્સ ફ્રંટ) દ્વારા કહેવામાં આવ્યું કે, આજે અમે કોહિમા આ અંગે મીટિંગ કરી. તેમાં અમે નિશ્ચય કર્યો કે હવે અમે પોતાના સિદ્ધાંતોનાં આધારે ભાજપ સરકાર સાથે સમર્થન પાછુ ખેંચી લેવું જોઇએ. 

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં તિરાડ, JDS નેતાની વિધાનસભા ભંગની માંગ
આ છે મણિપુર વિધાનસભાની સ્થિતી
60થી વધારે સભ્યોવાળી મણિપુર વિધાનસભામાં ભાજપનાં 31 ધારાસભ્યો છે. સરકાર બનાવવા માટે બહુમતી ભાજપની પાસે છે. આ ઉપરાંત તેણે અત્યાર સુધી એનપીએફનું સમર્થન પ્રાપ્ત હતું. એનપીએફનાં 4 ધારાસભ્ય છે. આ ઉપરાંત સરકાર પાસે બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત હતું. 

થોડા દિવસો પહેલા જ બંન્ને પક્ષો વચ્ચે ટેન્શનનાં સમાચારો વહેતા થયા હતા
મણિપુરમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનની સહયોગી પાર્ટી એનપીએફ વચ્ચે અણબનાવના સમાચારો વહેતા થયા હતા. એનપીએફનું કહેવું હતુ કે ભાજપ તેના વિચારો અને સલાહોનેમહત્વ નથી આપી રહ્યું. એનપીએફએ શનિવારે આ અંગે નિર્ણય કરવા માટે પોતાનાં નેતાઓની બેઠક બોલાવી હતી, તેને ગઠબંધનમાં રહેવા અથવા પોતાનું સમર્થન પરત લેવાનું છે. જો કે આ આરોપોને ફગાવતા ભાજપે કહ્યું હતું કે તેણે સરકારનાં સુચારુ કામકાજને સુનિશ્ચિત કરવા માટે પોતાનાં સહયોગીઓને દરેક સંભવ સુવિધાઓ આપી છે. 

એનપીએફ દ્વારા લગાવાયા હતા ગંભીર આરોપ
નગા પીપલ્સ ફ્રંટ (એનપીએફ)ના પ્રદર્શન એકમનાં પ્રમુખ અવાંગબુ નેવમઇએ દાવો કર્યો હતો કે, ભાજપ પોતાના ગઠબંધન સહયોગીઓને તુચ્છ સમજે છે. આ અંગે  વિસ્તૃત માહિતી આપ્યા વગર તેમણે કહ્યું કે, 2016માં ગઠબંધન સરકારની રચા બાદથી ભાજપે ક્યારે પણ ગઠબંધનની મુળ ભાવનાનું સન્માન નથી કર્યું. એવી અનેક પ્રસંગો આવ્યા જ્યારે તેનાં નેતાઓએ અમારા સભ્યોને ગઠબંધન સહયોગી માનવાનો ઇન્કાર કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news