જૂનાગઢ મનપાના પટાંગણમાં ઢોલ ઢબૂક્યા; ભાજપના કોર્પોરેટરે જ લોકોને સાથે રાખી કેમ કર્યો અનોખો વિરોધ?
જૂનાગઢના વોર્ડ નંબર 1 માં દોલતપરામાં છેલ્લા ઘણા સમયથી વોકળાની સફાઈ કરવામાં આવી નથી. વારંવારની રજૂઆત છતા પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતા અંતે સાશક પક્ષ ભાજપના જ નગર સેવક અશોક ચાવડાએ ઢોલ વગાડી આ બાબતે નવતર વિરોધ કર્યો હતો.
Trending Photos
અશોક બારોટ/જુનાગઢ: જૂનાગઢ મનપાના પટાંગણમાં આજે ઢોલ વાગ્યા છે. જી હા...ભાજપના જ નગર સેવક અશોક ચાવડા દ્વારા વોકળાની સફાઈ થતી ન હોવાથી ઢોલ વગાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના વોર્ડ નંબર 1 માં દોલતપરામાં છેલ્લા ઘણા સમયથી વોકળાની સફાઈ કરવામાં આવી નથી. વારંવારની રજૂઆત છતા પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતા અંતે સાશક પક્ષ ભાજપના જ નગર સેવક અશોક ચાવડાએ ઢોલ વગાડી આ બાબતે નવતર વિરોધ કર્યો હતો. મનપાના પટાનગણમાં જવાબદાર અધિકારી જીગ્નેશ ડોડીયાને હાર પહેરાવી વિરોધ કરાયો હતો..જીગ્નેશ ડોડીયા અને અનિલ ગાગીયા પ્રજા અને નગર સેવકના ફોન ઉપાડતા ન હોવાની વાત પણ રજુઆત કર્તાઓ દ્વારા કહેવામાં આવી હતી..આ તકે સ્થાનિક લતાવાસીઓ પણ હાજર રહ્યા હતા.
આ બાબતે ભાજપના નગર સેવક અશોક ચાવડાએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં દોલતપરામાં વોકળાની સફાઈ ન થતા પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. પરંતુ આ બાબતનું કોઈ ચોક્કસ નિરાકરણ કરાયું નથી. જેને લઈને સ્થાનિકોને હારે રાખી વિરોધ કરવાની ફરજ પડી હોવાનું નગર સેવક અશોક ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દોલતપરામાં વોકળાની સફાઈના અભાવના મામલે મનપાના પદાધિકારીનો સંપર્ક કરાયો તો દરેક આજ જૂનાગઢ બહાર હોવાનું જાણવા મળ્યું હતું.. જ્યારે જવાબદાર અધિકારી દ્વારા કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે