જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, બે માંથી એક મોબાઇલ ગાયબ
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસ દ્વારા તાપસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તપાસ બાદ બહાર આવ્યું છે, કે તેમની હત્યા કરયા બદા તેમની પાસેથી એક મોબાઇલ ગાયબ થઇ ગયો છે. મહત્વનું છે, કે હત્યારા આ મોબાઇલ લઇને ગયા હાય તો પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકે છે.
Trending Photos
ઉદય રંજન: જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસ દ્વારા તાપસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તપાસ બાદ બહાર આવ્યું છે, કે તેમની હત્યા કરયા બદા તેમની પાસેથી એક મોબાઇલ ગાયબ થઇ ગયો છે. મહત્વનું છે, કે હત્યારા આ મોબાઇલ લઇને ગયા હાય તો પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકે છે.
ત્યારે મહત્વની વાતએ છે, કે હત્યારાઓ મોબાઇલને લઇને હત્યા કરી હોવાનું પણ હોઇ શકે છે. જયંતિ ભાનુશાળી બે મોબાઇલ રાખતા હતા જેમાઁથી એક મોબાઇલ ગાયબ થઇ જતા અનેક ખુલાસા થઇ શકે છે. આ મોબાઇલમાં મહત્વની માહિતીને કારણે હત્યા કરી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી શકે છે. મોબાઇમાં પૂરાવાઓ દૂર કરવા માટે પણ હત્યા કરાઇ હોવાનું બહાર આવી રહ્યું છે.
છેલ્લા 6 વર્ષથી વસતા મૂળ પાકિસ્તાનના હિન્દુઓને મળશે ભારતનું નાગરિત્વ
પશ્ચિમ રેલવે દ્વારા કોચમાં બેઠેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને સાથે જ ટીટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે પોલીસનું માનવું છે કે હત્યારાઓને સંપૂર્ણ બાતમી આપી દેવામાં હતી. જેથી પોલીસ દ્વારા ભાનુશાળીની ટીકીટ કોણે બુંક કરાવી અથવા તો કોણે ટીકીટ આપી તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
શિક્ષકનો અભાવ: એક જ ક્લાસમાં બે ધોરણના બાળકો બેસીને કરે છે અભ્યાસ
મહત્વની વાત તો એ છે, કે એક મુસાફરની પૂછપરછ દરમિયાન પોલીસને માહિતી મળી છે, કે હત્યારાઓ બે હતા અને તે હિન્દી ભાષામાં વાતો કરી રહ્યા હતા. તપાસમાં એ વાત પણ સામે આવી છે, કે હત્યા કરવા આવેલા લોકો પાસે એત દેસી તમંચો અને એક પીસ્તલ પણ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે