પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન કરતા ગુજરાતીઓ માટે માઠા સમાચાર.... હવે ઘર મોંઘુ પડશે

Jantri Rates Double In Gujarat :જંત્રીનો ઝટકો! જમીન, ઘર અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં થયો આટલા ટકાનો વધારો... કરોડપતિ તો કરોડ પતિ પણ રૂા. ૫૦,૦૦૦થી રૂા. ૧ લાખ કે તેનાથી વધુનો માસિક પગાર ધરાવનારાઓને માટે પણ મિલકતની ખરીદી કરવી મુશ્કેલ બની જશે

પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન કરતા ગુજરાતીઓ માટે માઠા સમાચાર.... હવે ઘર મોંઘુ પડશે

Jantri Rates : ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના એક નિર્ણયને પગલે રિયલ્ટી ક્ષેત્રમાં મોટા ફેરફારો થઈ ગયા છે. સરકારે જંત્રીના ભાવ ડબલ કરતાં ખેડૂતોને તો ફાયદો થયો છે પણ બિલ્ડરો ભરાઈ ગયા છે કારણ કે આ સ્થિતિમાં હવે એફોર્ડબેલ ઘર બનાવવા મુશ્કેલ બની જશે. આજે ગુજરાતભરના બિલ્ડરો મુખ્યમંત્રીને મળશે  અને નવી જંત્રીના દરનો વધારો ૧૦૦ ટકા નહિ. પથી ૨૫ ટકા સધી સીમિત રાખવાની માગણી કરશે. ફ્લેટનું બુકિંગ કરાવનારાએ પણ વધારાની જંત્રી પ્રમાણે સ્ટમેપ ડ્યૂટી ચૂકવવી પડશે.  ગુજરાતની જંત્રીના ભાવમાં સો ટકા વધારો કરી દેવામાં આવતા જમીન, ફલેટ અને કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવમાં ૨૫ ટકાથી વધારેનો વધારો થઈ જવાની શક્યતા છે. તેમાંય સૌથી વધુ વધારો જમીનની જંત્રી બમણી થઈ જતાં બંગલો બનાવનારાઓને ખમવાનો આવશે. બોડકદેવ, પ્રહલાદનગર, રાજપથ અને કર્ણાવતી ક્લબની પાછળના વિસ્તારમાં જમીનની કિંમત વધારે હોવાથી તે વિસ્તારના બંગલાઓ અને ફ્લેટની કિંમતમાં બહુ જ મોટો વધારો આવવાની સંભાવના છે.  જેને પગલે કરોડપતિ તો કરોડ પતિ પણ રૂા. ૫૦,૦૦૦થી રૂા. ૧ લાખ કે તેનાથી વધુનો માસિક પગાર ધરાવનારાઓને માટે પણ મિલકતની ખરીદી કરવી મુશ્કેલ બની જશે કારણ કે જંત્રીના ભાવને પગલે દરેક પ્રોપર્ટી 25 ટકા મોંઘી બની જશે. 

ગુજરાતમાં જંત્રીના ભાવ વધતાં લોનધારકોને ફાયદો એ થશે કે લોનની રકમ હવે વધુ મળવાની શરૂ થશે પણ લોનના હપ્તા ચૂકવવા કઠિન બની જશે. જંત્રીના દર વધારવાની સાથે જ બાંધકામના દર પણ ૯૯૦૦થી વધારીને ૧૯૮૦૦ કરી દેવામાં આવતા હવે મકાન બનાવનારા માથે મોટો બોજ આવવાની પૂરી સંભાવના છે. રોકડાના કરેલા વહેવારોને ઉલટાવીને ચેકથી વહેવારો કરવા પડશે. તેમ જ પહેલા જે જમીનનો રૂ।. ૧ કરોડમાં સોદો થયો હશે તે જ જમીનનો સોદો રૂ।. ૨ કરોડમાં દર્શાવશે તો જ અથવા તો તે વિસ્તારની જંત્રીના ભાવ પ્રમાણેની કિંમતનો જ દસ્તાવેજ જ દર્શાવવો પડશે. 

આ પણ વાંચો : 

હવે નવા વિવાદો વચ્ચે જંત્રીના દરમાં વધારો કરવામાં આવે તેની સામે વાંધો ન હોઈ શકે, પરંતુ તેમાં સમતોલ અભિગમ હોવો જરૂરી હોવાનું બિલ્ડરો જણાવી રહ્યાં છે. સરખેજ, ઓકાફ, મકરબા, વેજલપુર, આંબલી ડ્રાફ્ટની જમીનના ચોરસ મીટરદીઠ ભાવ રૂા. ૧૭૨૦૦ના છે. તે નવી જંત્રી આવતા હવે વધીને ૩૪,૪૦૦ના થઈ ગયા છે. હવે એન્ટ્રીઓમાં ફેરફાર કેવી રીતે કરવો તે પણ એક સમસ્યા જ બની ગઈ છે. આ વિસ્તારની રહેઠાકની જંત્રી ૧૦,૬૮૮, ઓફિસની ૧૨,૪૫૦ અને દુકાનની જંત્રીન ૩૫૦૦૦ છે. આ સ્થિતિમાં તેને બમણા કરીને સ્ટેમ્પ જમા કરાવવામાં આવે તો તે સ્ટેમ્પનું મોટું ભારણ આવી શકે છે.

હવે જમીનના પ્રીમિયમની જવાબદારી વધી જતાં બિલ્ડરની ફ્લેટ બનાવવાની કોસ્ટ ઊંચી જશે. તેથી નવા બાંધકામ મોંઘા પડશે. બાંધકામની કિંમત પણ રૂા. ૯૯૦૦થી વધારીને રૂા. ૧૯૮૦૦ કરી દેવામાં આવતા તેની કિંમત ઊંચી જ બતાવવી પડશે. પરિણામે સ્ટેમ્પ ડ્યૂટીની ભારણ વધી જશે. આમ તમામ મિલકતો જેમ કે જમીન, ઘર અને કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકાન વધારો થશે. આમ સરેરાશ હવે સંપત્તીઓના ભાવ વધારો થશે. સરકારે ભલે હાલમાં આવક વધારવા માટે 12 વર્ષ બાદ જંત્રી વધારવાનો નિર્ણય લીધો હોય પણ આ વિવાદમાં ફસાય તેવી પૂરી સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news