જામનગરમાં જળસંકટના ભણકારા : હવે વરસાદ ખેંચાશે તો બે મહિના બાદ પાણી માટે વલખા મારવા પડશે
Trending Photos
- જામનગર રણજીતસાગર ડેમથી જળસપાટીની પરિસ્થિતિના લેટેસ્ટ અપડેટ
- વરસાદ નહિ આવે તો આગામી બે મહિના પછી જામનગરમાં જળસંકટના ભણકારા આવી શકે
મુસ્તાક દલ/જામનગર :ચાલુ વર્ષે જે રીતે વરસાદ ખેંચાયો છે તેનાથી હમણાથી જ જળસંકટ ઉભુ થયું છે. ગુજરાતના મોટાભાગના ડેમ તળિયાઝાટક બન્યા છે. આવામાં જો હવે વરસાદ નહિ આવે તો પરિસ્થિતિ વિકટ બની શકે છે. પાણીનું સંકટ જામનગરવાસીઓના માથા પર પણ આવીને ઉભુ રહી શકે છે. જામનગર (Jamnagar) સહિત ગુજરાતભરમાં ચાલુ વર્ષે વરસાદ (monsoon) ખેંચાતા જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે જામનગરમાં ઝી 24 કલાકની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરોનો રિપોર્ટ જાણવા પ્રયાસ કર્યો.
હાલની જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર સહિતના જળાશયો (gujarat dams) ની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખાસ કરીને જામનગર શહેરને પીવાનું પાણી રણજીતસાગર ડેમમાંથી પૂરૂ પાડવામાં આવે છે. જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમની લેટેસ્ટ સ્થિતિ પર નજર કરીએ તો, જામનગરને દરરોજ 125 mld પાણીની જરૂરિયાત છે અને મનપા દ્વારા હાલ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ વરસાદ ખેંચાયો છે તેમ છતાં ચારેય જળાશયોમાં પાણીનો જથ્થો પર્યાપ્ત છે. તેને લઈને આગામી બે મહિના એટલે કે 15 મી ઓક્ટોબર સુધી જામનગરવાસીઓને પાણીની તંગી નહિ સર્જાઇ શકે તેવી પરિસ્થિતિ છે.
હાલ રાજ્યના ડેમોની લેટેસ્ટ સ્થિતિ પર નજર કરીએ તો, રાજ્યના ડેમોમાં પાણીનો જથ્થો ઘટ્યો છે. રાજ્યના 207 ડેમમાં 46.84% પાણીનો જથ્થો છે.
- ઉત્તર ગુજરાતના 15 ડેમમાં સૌથી ઓછું 24.12% પાણી
- કચ્છના 20 ડેમમાં 21.69% પાણી
- સૌરાષ્ટ્રમાં 141 ડેમમાં 39.31% પાણીનો જથ્થો
- મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 41.61% પાણી
- દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 57.92% પાણી
- સરદાર સરોવર ડેમમાં 45.59% પાણીનો જથ્થો
પરંતુ હજુ પણ વરસાદ (rain) ખેંચાય તો આગામી બે મહિના પછી જામનગર શહેર પર પણ જળસંકટના ભણકારા આવી શકે તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે