જામનગરમાં રખડતા ઢોર મામલે મ્યુ. કમિશનરનું જાહેરનામું, લોકોને ઇજા થશે તો માલિક સામે થશે કાર્યવાહી
જામનગરમાં ZEE 24 કલાકના અહેવાલની અસર જોવા મળી છે. ત્યારે જામનગર શહેરમાં રખડતા ઢોરના આતંક મામલે ZEE 24 કલાકની ટિમ દ્વારા ગઈકાલે સચોટ અને ધારદાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો
Trending Photos
મુસ્તાક દલ/ જામનગર: જામનગરમાં ZEE 24 કલાકના અહેવાલની અસર જોવા મળી છે. ત્યારે જામનગર શહેરમાં રખડતા ઢોરના આતંક મામલે ZEE 24 કલાકની ટિમ દ્વારા ગઈકાલે સચોટ અને ધારદાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પગલે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા આજે રખડતા ઢોર મામલે ઢોર માલિકો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા સહિતના મુદ્દે IPC કલમ-304 સહિતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ZEE 24 કલાકના અહેવાલની તાત્કાલિક અસર જોવા મળી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા મામલે ખાસ વાતચીત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે હાલ જામનગર શહેરમાં રખડતા ઢોર મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામાની કડક અમલવારી હાથ ધરવામાં આવશે. તેમજ જે ઢોર માલિકો દ્વારા તેમના પશુઓથી લોકોને ઇજા કે અન્ય કોઈ નુકસાન થશે તેના બદલ ફોજદારી ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:- સોમનાથના ત્રિવેણી સંગમ પર પિંડદાન અને અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ, તીર્થ પુરોહિતોનું ઉપવાસ આંદોલન
તેમજ મનપાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી શહેરમાંથી કાયમી પણ એ રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તે માટે એકશન પ્લાન ઘડી કાઢવામાં આવશે. સાથે સાથે મનપા કમિશનરે લોકોને પણ અપીલ કરી છે કે પોતાના સુજાવો આ અંગે મનપા અને મીડિયાના માધ્યમથી મનપા સુધી પહોંચાડે જેથી શહેરમાંથી રખડતાં ઢોરનો ત્રાસ કાયમીપણે દૂર કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે