કૂવામાં રોટલી નાંખવાની અનોખી પરંપરા, ઈશાન દિશામાં ગયેલી રોટલી કેવો વરસાદ લાવશે તેની આગાહી થઈ
Jamnagar Mosoon Rituals : જામનગરના આમરા ગામે કૂવામાં રોટલો નાંખી વરસાદનો વરતારો જોવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે... આ વર્ષે પણ કૂવામાં રોટલો નાંખીને ચોમાસાની આગાહી કરવામાં આવી
Trending Photos
જામનગર :જામનગર તાલુકાના આમરા ગામમાં વરસાદની આગાહી (gujarat rain) કરવાની અનોખી પરંપરા મુજબ આ વખતે પણ વર્ષો જુની રીત રિવાજ મુજબ આગાહી (monsoon forecast) કરવામાં આવી હતી. ભમરીયા કૂવામાં ગ્રામજનો દ્વારા રોટલા નાખી દિશા મુજબ આગાહી નક્કી કરવામાં આવે છે. જ્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ સારો રહેવાનુ અનુમાન ગ્રામજનો દ્વારા વરસાદના વરતારા દરમિયાન કરવામાં આવ્યો છે. ભમમરીયા કૂવામાં આ વર્ષે પધરાવવામાં આવેલ રોટલો ઈશાન દિશામાં ગયો છે, જેનુ સારા વરસાદનુ અનુમાન લગાવાયુ છે.
કઈ દિશામાં ગયો રોટલો
આ વર્ષે ભમમરીયા કૂવામાં પધરાવવામાં આવેલ રોટલો ઈશાન દિશામાં ગયો છે. જેના કારણે આ વર્ષ દરિમયાન સારો વરસાદ થશે અને વર્ષ સારું જશે તેવુ ગ્રામજનો કહી રહ્યા છે. જામનગર જિલ્લમાં આવેલા 'આમરા' ગામે છેલ્લા ધણા વર્ષથી ચાલી આવતી રોટલો પધરાવવાની પરંપરા આજે પણ ચાલુ છે. એક બાજુ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ આમરા ગામમાં લોકો દર વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવે છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રોટલો ઉગમણી દિશામાં ગયો હતો. જેમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ હતી.
આ વર્ષે વરસાદ સારો થશે
આમરાના ગ્રામજનોએ જણાવ્યું કે આમરા ગામના લોકો આજે પણ જૂની પરંપરાને આગળ વધારી રહ્યા છે. આજનો યુવાન હાથમાં આધુનિક મોબાઈલ લઈ આ પરંપરામાં જોડતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભમરીયા કૂવામાં નાખેલા રોટલા પરથી આમરા ગામના લોકોએ અનુમાન લગાવ્યું છે કે, વરસાદ સારો થશે તેવું અનુમાન લગાવ્યું છે.
મહિલાના મોત સાથે જોડાઈ છે આ પરંપરા
આ આખી પરંપરાનો રસપ્રદ ઇતિહાસ છે, જામનગર શહેર નજીક આમરા ગામમાં કોઈ પરિવારને ત્યાં સંતાન સુખ ન હતું. ત્યારે ગામલોકોએ બ્રાહ્મણો પાસે કારણ જાણ્યું હતું. ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે વર્ષો પહેલા એક મહિલાનું કુવામાં પડવાથી મોત થયું હતું અને આ મહિલાના મોત બાદ દર વર્ષે કુવામાં રોટલો પધરાવવામાં આવશે તો વરસાદની પણ આગાહી થશે. બસ ત્યારથી આ પરંપરા ચાલુ છે. એકબાજુ આધુનિક ટેકનોલોજીથી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ જૂની પરંપરા હજુ પણ હયાત જોવા મળી રહી છે.
વડવાઓની દેશી પદ્ધતિથી વરસાદનુ અનુમાન લગાવાય છે
હાલ જ્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનુ આગમન આ વર્ષે વહેલુ થયું છે. પરંતુ મેઘાએ હજુ બરાબર મંડાયો નથી. ત્યારે આમરા ગામનાં લોકો વરસાદ ક્યારે આવશે અને કેટલા પ્રમાણમાં આવશે તેનો વરતારો જાણવા ઉત્સુક હોય છે. જો કે તે માટે તેઓ હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક વરતારા પર નહિ, પરંતુ પોતાના ગામનાં વડવાઓએ તેમને વર્ષો પહેલા આપેલી દેશી પદ્ધતિ પર જ વિશ્વાસ કરે છે અને આ પદ્ધતિ છે ભમરીયા કુવામા રોટલા પધરાવી વરસાદનો વરતારો જાણવાની, ખુબ જ રોમાંચક અને લોકોને જાણવા જેવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે