ગુજરાતમાં ખેડૂતોના સુખના દા'હાડા! અહીં જીરાનો અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ બોલાયા

છેલ્લા ત્રણ દિવસથી જીરુંની હરાજીમાં ભારે તેજી જોવા મળી રહી છે. જીરુની આટલી મબલખ આવકની સામે ખેડૂતોને જીરુના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

ગુજરાતમાં ખેડૂતોના સુખના દા'હાડા! અહીં જીરાનો અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ બોલાયા

મુસ્તાક દલ/જામનગર: જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં જીરાના સૌથી ઊંચા ભાવ બોલાયા છે. જેમાં એક મણના રૂપિયા 8,125 સુધીના સૌથી ઊંચા ભાવ બોલાયા. હાપા માર્કેટ યાર્ડમાં જીરાની મબલખ આવક શરૂ થઈ છે, ત્યારે સૂર્યાવદર ગામના ખેડૂતને ઊંચા ભાવ મળતા ખેડૂત ખુશખુશાલ જોવા મળ્યા.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંની મબલખ આવક શરૂ થઈ છે. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રોજ 2000થી 2500 ગુણી જીરૂની આવક થઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી જીરુંની હરાજીમાં ભારે તેજી જોવા મળી રહી છે. જીરુની આટલી મબલખ આવકની સામે ખેડૂતોને જીરુના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

મહત્વનું છે કે, ખેડૂતોને એક મણના રૂપિયા 8,125 ઊંચામાં ઊંચા જીરુંના ભાવ મળતા દેવભૂમિ દ્વારકાના સૂર્યવાદર ગામના ખેડૂતો ખુશખુશાલ થયા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news